સુરત જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ: દિવાળીના તહેવારો દરમિયાન રાત્રિના ૦૮.૦૦ થી ૧૦.૦૦ દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે

: સૂરત જિલ્લામાં દિવાળી તથા અન્ય તહેવાર નિમિતે જાહેર જનતાને ભયજનક/હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદુષણની વિપરીત અસરથી બચવા માટે ફટાકડાની બનાવટ/વેચાણ તથા ફટાકડા ફોડવા માટે અને આતશબાજીના કારણે થતા ઇજાના બનાવો તેમજ દર્દીઓ અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીની સાથોસાથ જાનમાલને નુકશાન અને ટ્રાફિક અડચણ જેવા પ્રશ્નો સર્જાતા હોય છે. જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી.વસાવાએ એક જાહેરનામાં દ્વારા જરૂરી પ્રતિબંધ ફરમાવ્યા છે.

 (૧) દિવાળીના તહેવારો દરમિયાન રાત્રિના ૦૮.૦૦ થી ૧૦.૦૦ દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.

(૨) સીરીઝમાં જોડાયેલા ફટાકડા(ફટાકડાની લુમ) થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં, ફોડી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં.

(૩) હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્રારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ઘ્વનિ સ્તર વાળા ફટાકડા વેચી/વાપરી શકાશે. PESO દ્રારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોકસ ઉપર “PESO ની સુચના પ્રમાણેનું માર્કીંગ હોવું જરૂરી છે.

(૪) હોસ્પિટલ, નસીંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણીક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.

(૫) કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં.

(૬) ઈ-કોમર્સ વેબસાઈટ ફલીપ કાર્ટ, એમેઝોન સહિતની કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકાશે નહીં કે ઓનલાઈન વેચાણ કરી શકાશે નહીં

(૭) લોકોને અગવડ ઉભી ન થાય, કોઈપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય, તે માટે સુરત ગ્રામ્યના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ/સી.એન.જી પંપ, એલ. પી.જી. બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈમથકની નજીક ફટાકડા દારૂખાનું ફોડી શકાશે નહીં.

(૮) કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ/ આતશબાજ બલુન) નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં. તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહીં. તા.૦૧ ડિસે. સુધી આ હુકમ અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM