મહેસાણા ખાતે આવેલ રાજધાની ટાઉનશિપ ની અંદર વોલીબોલ ટુર્નામેન્ટ નું સૌપ્રથમ વાર આયોજન કરવામાં આવ્યું

મહેસાણા ખાતે આવેલ રાજધાની ટાઉનશિપ ની અંદર વોલીબોલ ટુર્નામેન્ટ નું સૌપ્રથમ વાર આયોજન કરવામાં આવ્યું હતું
આ ટૂર્નામેન્ટમાં બહૂચરાજી ના ધારાસભ્ય સુખાજી ઠાકોર દ્વારા બાળકો ની અંદર રમત ગમત ને પ્રાધાન્ય મલે અને બાળકો આ રમત રમીને આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી આ આયોજન ની અંદર શિવાલિક રાજધાની ગ્રૂપ ના દરેક મેમ્બર અને રાજધાની ટાઉનશિપ ના અંદર રહેવાસી ઓ અને ઓજી વિસ્તારમાં રહેતા દરેક સભ્યો એ સાથ અને સહકાર ભેગા મળીને આપ્યો હતો
આ આયોજનમાં મહેસાણા એસઆરપીએફના જવાનો તેમજ મહેસાણા ના ડોક્ટર રાજેશભાઈ, ડોક્ટર વિષ્ણુભાઈ, ડોક્ટર મૃગેશભાઇ ડોક્ટર જયેશભાઈ ડોક્ટર સુતરીયા બીજા ઘણા બધા ડોક્ટરો એ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો ભાઈ તેમજ વિસનગર કાંસા તથા ઊંઝા તથા મહેસાણાના સરદારધામ જીઆઇડીસી ની ટીમે તથા મહેસાણા ની ઘણી બધી ટીમોએ ભાગ લીધો હતો આ આયોજન નો મુખ્ય હેતુ દરેક નાના અને મોટા બાળકો અને વડીલ મિત્રો ને રમતગમત પ્રત્યે પ્રેરણા મલે અને તેઓ પોતે પોતાનું ધ્યાન રમત ગમત પ્રત્યે કેન્દ્રિત કરે અને આવી ટૂર્નામેન્ટમાં ભાગ લઈ ને ઉત્સાહ દર્શાવે જેથી કરીને મોબાઇલ માં પબજી જેવી બીજી કોઈ ગેમ ના રમે અને રમતો તરફ વળે વોલીબોલ રમવાથી શરીર ની એક્સરસાઇઝ થાય જેથી કરીને શરીર તંદુરસ્ત રહે અને શરીર ની અંદર કોઈ બીજા રોગો ના થાય તેવા હેતુથી આ ટૂર્નામેન્ટમાં નુ આયોજન કરવામાં આવ્યું હતું આ ટૂર્નામેન્ટ નું આયોજન વિજયભાઈ પટેલ તથા ચેતનભાઇ પટેલ ,વિશ્વ પટેલ તેમજ સોસાયટી ગ્રૂપ ના મેમ્બરો એ ભેગા મળીને આ ટૂર્નામેન્ટ નું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટૂર્નામેન્ટમાં વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામ પેટે રોકડ રકમ તેમજ ટોફી પણ એનાયત કરવામાં આવી હતી
રીપોર્ટર
ચેતન પટેલ
મહેસાણા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *