સુરત જિલ્લાના ઓલપાડ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા Y 20 સંવાદ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ ,મયુર પટેલ

રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીની અધ્યક્ષતામાં તેમજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવાબોર્ડના પ્રદેશ સંયોજકશ્રી કૌશલભાઈ દવેના માર્ગદર્શન હેઠળ તારીખ 1લી મેં 2023(ગુજરાત સ્થાપના દિવસ)થી હાલ દક્ષિણ ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવાબોર્ડ દ્વારા તમામ જિલ્લા દરેક તાલુકા સ્તરે Y20 ગુજરાત સંવાદ ના કાર્યક્રમો ચાલી રહ્યા છે.

જેમાં સુરત જિલ્લાનો ઓલપાડ તાલુકાનો Y20 યુવા સંવાદ કાર્યક્રમ વિદ્યાદીપ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લાના મહામંત્રીશ્રી યોગેશભાઈ પટેલ,અતિથિ વિશેષ કિરીટસિંહ મહિડા તેમજ વક્તા તરીકે વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રોફેસર બીપીનભાઈ ગોધાણી ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં તાલુકા શાસક પક્ષના નેતા વનરાજસિંહ બારડની તેમજ વિદ્યાદીપ યુનિવર્સિટીના ફેકલ્ટી ઇન્ચાર્જશ્રી મુકુંદભાઈ પટેલની વિશેષ ઉપસ્થિત રહી હતી.

180 થી વધુ યુવાનોની ઉપસ્થિત માં G20 માં ભારતની અધ્યક્ષતા તેમજ રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકા વિશે વક્તા દ્વારા વક્તવ્ય તેમજ સંવાદ થયો હતો.

યુવાબોર્ડના જિલ્લા સંયોજક રાજનભાઇ વરીયાના માર્ગદર્શન હેઠળ ઓલપાડ તાલુકા યુવાબોર્ડ દ્વારા આ પ્રકારનો યુવાનો સાથે ગુજરાત યુવા સંવાદ કાર્યક્રમ નું આયોજન થયું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *