
રિપોર્ટ જીગર સચ્ચદે આજે વિશ્વ અગ્નિશામકદળ દિવસ ના ઉપલક્ષ માં કર્તવ્ય ગ્રુપ ગાંધીધામ, ભારત વિકાસ પરિષદ ભારતનગર શાખા તથા મારવાડી યુવા મંચ ગાંધીધામ દ્વાર સંયુક્ત પણે ગાંધીધામ નગરપાલિકા ના ફાયર વિભાગ ના કર્મચારીઓ નું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે કર્તવ્ય ગૃપ ના સંસ્થાપક હંસરાજ ભાઈ કીરી અને ભારત વિકાસ પરિષદ ભારત નગર શાખાના પ્રમુખશ્રી રમેશભાઈ સથવારા દ્વારા ગાંધીધામ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ ને પાઘડી પહેરાવી અને અન્ય ફાયર ફાઇટર કર્મચારીઓ ને ચકલી માટે પાણીના કુંડા તથા ચણપાત્ર અર્પણ કરી સન્માન કર્યુ હતુ અને આ કાર્યક્રમમાં તમામ સ્ટાફને મોઢું મીઠું કરાવ્યુ, ફાયર સેફ્ટીના ઇન્ચાર્જ શ્રી હિંમતભાઈ દ્વારા ફાયર સેફટી ના સાધનોની માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમાં ભારત નગર શાખાના મયુરભાઈ સાયતા, મહેશદાન ગઢવી, નરેન્દ્રભાઈ થાવાણી, પૂજાબેન ગોસ્વામી અને પ્રીતિબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતમાં પ્રમુખશ્રી રમેશભાઈ સથવારા એ પુરા સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો.