

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
ડાંગ જિલ્લાના વધઈ તાલુકાના ભદરપાડાની શૈક્ષણિક સંસ્થામાં
સ્વ. શ્રી પી. એમ. પરમાર પ્રેરીત ને પુર્વ સંયોજક નર્મદભાઈ ત્રિવેદી તથા શ્રી પ્રતાપભાઈ ત્રિવેદી મુખ્ય સંયોજક સંચાલિત શિક્ષણ સંવર્ધન અભિયાન “સમન્વય” ગુજરાત રાજ્ય આયોજિત 97મી “સમન્વયગોષ્ઠિ” તા. 5- 6 -7 શુક્ર – શનિ – રવિ- મેં 23 – સ્થળ – ગુરુકુળ વિદ્યાસંકુલ, ભદરપાડા- ડાંગ ખાતે યોજઈ. જેમાં ગુજરાત ભરના કેળવણીકાર, શિક્ષણવિધ, તજજ્ઞ, ડોક્ટર, ટ્રસ્ટીઓ, સંચાલક, શિક્ષણ ક્ષેત્ર નવી કેડી કંડારનાર શિક્ષકો, આચાર્ય ભાગ લીધો.
આ તમામ સ્વ ખર્ચ, રાજા મુકી ને ટી.એ.ડી.એ. કે પ્રમાણપત્રની અપેક્ષા વગર, કોઈપણ જાતના ફંડ ફળા વગર ભાગ લેતા રહ્યા છે.
તા. 5 /5 /23 – શુક્રવારના રોજ સાઅજે 5 વાગે કાયમી સમન્વયના સભ્યોનું આગમન થતા યજમાન ડાંગ જિલ્લા આચાર્ય સંધના પ્રમુખશ્રી કિશોરભાઈ પટેલ અને તેમની ટીમે આવકાર આપી, ઉતારા વ્યવસ્થા સાથે ભોજન બાદ સમન્વય પરિચય બેઠક તથા સમી ગોષ્ઠિ અંગે ચિંતન મનન કર્યુ.
તા. 6 મે ’23ના શનિવારના રોજસવારે 6.30થી 7.30 દરમ્યાન 3 કીમી નું મહારાષ્ટ્રની બોર્ડ સુધી વન પરિભ્રમણ કર્યુ. પછી ચા-પાણી-નાસ્તો કરી. 8:30 થી 10:30 દરમિયાન સમન્વય ગીત સાથે ઉદ્ઘાટન સમારંભ યોજાયો. જેમાં શ્રી નરેન્દ્ર એચ. ઠાકરે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, આહવા ડાંગ, ડો. બી.એમ. રાઉત, પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વધઈ, તથા સંસ્થા સ્થાપક અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત્ત શિક્ષક દંપતિ શ્રીજાનુભાઈ એસ. પટેલ તેમના પત્ની શ્રીમતિ મનુબેનની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારંભ યોજાયો.
આ ત્રિદિવસીય સમન્વય ગોષ્ઠિમાં 12થી વધુ મહાનુભવોના વક્તવ્ય થશે. જેમાં બીલીમોરાના કટાર લેખકશ્રી જયભાઈ વશીએ “ગાંધીજી નો આધ્યાત્મિક વારસો” તથા ઋષિકેશના યોગમાં પીએચડી થયેલ ડો.સ્વામી અરુણાનંદ મુનિ (હાલ ડાંગમાં આશ્રમવાશી)એ
“વિધાર્થી મેં સ્વસ્થ મસ્તિષ્ક કા નિર્માણ ” સુરતના ડો. અમીન યાજ્ઞિકએ “Gender sensitixstion through games” અને જુનાગડના ડો. બી. એમ. શેલડિયાએ “ગાંધી હત્યાનું રહસ્ય”, ભાવનગરના ડો. નીરજ રાજ્યગુરુએ “નવી શિક્ષણનીતિમાં આપણી ભૂમિકા” વિશે વક્તવ્ય થયા. સાથે સુરતના તરુણાબેન વાનાણીએ ” અડધી રાત્રે આઝાદી”, હેતલબેન ત્રિવેદીએ “નીરજા ભાર્ગવ”, શ્રીરાજેશભાઈ ભંડારીએ “લજ્જા સન્યાસ” વિશે પુસ્તક સમીક્ષા કરી હતી. નવીદિલ્હીના આકાશવાણીના વડાશ્રી દિપકભાઈ ધોળકિયાએ “ઈતિહાસ અને આજના સંદર્ભમાં આદર્શ મનુષ્ય જીવન” અને દિલ્હીના નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના એડિટર ને પ્રકાશક અધિકારી શ્રીભગ્યેન્દ્ર પટેલ એ “પુસ્તક જગત અને નેશનલ બુક ટ્રસ્ટના પૂસ્તક પરિચય” મહાનુભવોના વક્તવ્ય યોજાયો
કચ્છના લોકકલાકાર શ્રી તેજાભાઈ ચોધરીએ તમામ સત્રમાં ભજન, લોકગીતો રજુ કર્યા હતા.
ભદરપાડાથી મહારાષ્ટ્રની બોર્ડર સુધી અને આજુબાજની જંગલમાં પરિભ્રમણની મોજ સાથે ભદરપાડા થી 5 કી.મી. ડાંગનું આરીજનલ આદિવાસી લોકસંસ્કૃતિ જીવન પધ્ધતિના દર્શન માટે સૂર્યાબરડા ગામની મુલાકાત લીધી.
સમાપન કાર્યક્રમમાં સંયોજક શ્રી પ્રતાપભાઈ ત્રિવેદીની પ્રેરણાથી રંગ અવધૂત પરિવાર, અમદાવાદના કે. ડી. દેસાઇ અને લેખકશ્રી કુલીનભાઈ ઉપાધ્યાય દ્રારા 16 સહિત કુલ 21પુસ્તકો શિશુવિહાર ભાવ નગરની કાપડની થેલીમાં ભેટ આપાઈ. સાથે તમામ સમન્વય સાથી મિત્રોને સ્મૃતિ ભેટ તરીકે 30 દિવસ સુધી ન સુકાતા એવા અદભુત એન્યોરીયમનું ફુલ યજમાનશ્રી કિશોરભાઈ પટેલ પરિવાર દ્રારા આપાયા.
સમન્વય, ગુજરાત રાજયના પૂર્વ સંયોજક શ્રીનર્મદભાઈ ત્રિવેદી તથા મુખ્ય સંયોજક શ્રી પ્રતાપભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં યોજાયો. સમ્રગ આભાર દર્શન સુરતના શ્રી મોહનભાઇ મોરએ કરી હતી. અંતે રાષ્ટ્રગાન સાથે છેલ્લુ ભોજન લઈ છુટા થયા.
આ 97મી સમન્વય ગોષ્ઠિ ગુરુકુળ વિદ્યાસંકુલ, ભદરપાડાના આચાર્ય સંધના પ્રમુખશ્રી કિશોરભાઈ પટેલના યજમાન પદે યોજાયો હતો.