વ્યારા નગરપાલિકા, જિલ્લા તાપી ખાતે 171 વ્યારા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી હસ્તે ૫.૫૦ કરોડના કામોનું ખાતમુહૂર્ત

કમલમ ન્યુઝ- સમીર શાહ
વ્યારા નગરપાલિકા, જિલ્લા તાપી ખાતે 171 વ્યારા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી હસ્તે તથા નગરપાલિકા પ્રમુખ શ્રી સેજલબેન રાણાની ઉપસ્થિતિમાં રૂપિયા ૫.૫૦ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
વ્યારા નગરપાલિકા વિસ્તારમાં ડોક્ટર.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે, ગાર્ડન ડેવલોપમેન્ટ વિથ ટોયલેટ વીથ હોકર ઝોન બનાવવાનું અંદાજે 2 કરોડ અને 92 લાખના કામનું ખાતમુહૂર્ત તેમજ વ્યારા નગરપાલિકા વિસ્તારમાં મોડલ ફાયર સ્ટેશન માટે ઘટતા ઘટકો બનાવવાનું અંદાજે, રૂપિયા. 2 કરોડ 64 લાખનું કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી.મોહનભાઈ કોકણી તથા નગરપાલિકા પ્રમુખ સેજલબેન રાણા નગરપાલિકા કારોબારી અધ્યક્ષ શ્રી.કુલીન શિરીષભાઈ પ્રધાન. (એડવોકેટ અને નોટરી), નગર ભાજપ સંગઠન પ્રમુખ શ્રી કેયુરભાઈ શાહ નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેન શ્રી મુનાલ જોશી, પરેશભાઈ શાહ, રીતેશભાઈ ઉપાધ્યાય, દંડક શ્રી.દ્રષ્ટિબેન અનમોલા, નીલમબેન શાહ, જમનાબેન બિરાડે, નિમિષાબેન તરસાડીયા, રાકેશ ચૌધરી, જયેશ રાઠોડ તેમજ ભાજપ નગર સંગઠન હોદ્દેદારો, નગરજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM