
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર ખાતે કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી દ્વારા ઔદ્યોગિક લક્ષી નવા 5 અભ્યાસક્રમ શૈક્ષણિક વર્ષ 2023-24 માં શરુ કરવામાં આવી રહ્યા છે.જે અંગે *શ્રમ,કૌશલ વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ ડૉ.અંજુ શર્માએ કૌશલ્ય સ્કીલ યુનિવર્સીટીનાં સંદર્ભમાં અંકલેશ્વર ઔદ્યોગિક સત્તા મંડળ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી સાથે કરાર કરી નવા કોર્સ શરુ કર્યા છે.
ગુજરાત સરકાર ના લેબર સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ ઈમ્પ્લાયોમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલ કૌશલ્ય સ્કિલ યુનિવર્સીટી દ્વારા અંકલેશ્વર ઉદ્યોગ મંડળ સંચાલિત અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી સાથે કરાર કરી આગામી શૈક્ષણિક સત્ર 2023-24 ના વર્ષ માં આઈ.ટી.આઇ પછી તેમજ સ્થાનિક ઔદ્યોગિક વિસ્તાર ને ધ્યાન રાખી તેને ઔદ્યોગિક લક્ષી સ્કિલ વર્કર તૈયાર કરવા માટે નવા 7 કોર્સ શરુ કરી રહી છે. જેમાં પોસ્ટ ડિપ્લોમા ઇન્ડસ્ટ્રીયલ સેફટી માં 60 બેઠક , પોસ્ટ ડિપ્લોમા ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટલ ટેક્નોલોજિની એન્ડ મેનેજમેન્ટ. -60 બેઠક, ડિપ્લોમા ઈન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ પ્રેક્ટિસ માં 30 બેઠક , ડિપ્લોમા ઈન ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી ની 30 બેઠક, ડિપ્લોમા ઈન ડાઇઝ એન્ડ ઇન્ટરમીડિયેટ્સ ની 30 બેઠક, ડિપ્લોમા ઈન ,લેબર લોઝ એન્ડ પ્રેક્ટિસ 30 બેઠક અને ડિપ્લોમા ઈન ઇન્ડસ્ટ્રીયલ રિલેશન એન્ડ લેબર કોડ્સ ની 30 બેઠક સાથે કુલ 7 કોર્સ શરુ કરી રહી છે. જે કોર્ષ કૌશલ્ય સ્કિલ યુનિવર્સીટી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ ને રોજગારી ની તક વધુ મળે તેમાં ઉદ્દેશ્ય સાથે શરુ કરવામાં આવી રહ્યા છે જેમાં એક વર્ષ ની મુદ્દત ના કોર્સ ની ફી તેના કોર્સ આધારિત નક્કી કરાઈ છે. જે અંગે વિગતવાર માહિતી કૌશલ્ય સ્કિલ યુનિવર્સીટી ના ડાયરેક્ટર જનરલ અને એડિશનલ ચીફ સેક્રેટરી ગુજરાત સરકાર ના લેબર સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ ઈમ્પ્લાયોમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત સરકાર ના આઈ.એ.એસ ડૉ. અંજુ શર્મા એ આપી હતી. આ પ્રસંગે , એ.ઈ.પી.એસ. ના એન.કે. નવાડીયા, અતુલ બુચ, ઉષ્ટયોગ મંડળ અંકલેશ્વર ના પ્રમુખ સહીત આઈ.ટી.આઈ.ના પ્રિન્સિપાલ બી .ડી.રાવલ સહીત અધિકારી અને પદાધિકારીઓ એ પ્રેસ કોન્ફ્રન્સ યોજી માહિતી આપી હતી. તો વધુ માહિતી માટે એ.ઈ.પી.એસ ઓફિસ નો સંપર્ક કરવા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે. કે ગુજરાત સરકાર દ્વારા પ્રતિ જિલ્લા માં એક મેગા આઈ.ટી.આઈ પણ ઉભી કરવા જઈ રહી છે. જેથી સૌથી વધુ લોકો ને રોજગારી મળી શકે તેમ જણાવ્યું હતું. તેમજ સ્થાનિક ઔદ્યોગિક વસાહત અનુરૂપ કોર્ષ હોવાથી સરળતા થી નોકરી મળી શકે તે માટે નું આયોજન કરવામાં આવ્યું છે .