
બટુકોને શ્રીમદ ભગવદ ગીતા, ત્રિશૂળ વગેરે અર્પણ કરાયા

ધાર્મિક ભટ્ટ અરવલ્લી
મોડાસા ખાતે શ્રી મોડાસા પ્રદેશ બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫ બ્રહ્મ બટુકોએ યજ્ઞોપવિત ધારણ કરી હતી. આ પ્રસંગે બટૂંકોને આશીર્વચન આપવા અને પ્રસંગના સાક્ષી બનવા સમાજના મહાનુભાવો ગુજરાત હાઇકોર્ટના જજ શ્રી દિવ્યેશભાઈ જોષી તેમજ ભાજપ અને પ્રદેશ પૂર્વ સંગઠન મંત્રી અને ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા)ના સરકારી અમલીકરણ વિભાગના પ્રભારી અતુલભાઈ દીક્ષિત, મુખ્ય મહેમાન હસમુખભાઈ જોશી, ડૉ. યોગેશભાઈ ઉપાધ્યાય, ડૉ.રાકેશભાઈ, ડૉ.જીતેન્દ્રભાઈ તેમજ વિશ્વ ગુજરાતી સમાજના યુથ વિંગ અરવલ્લી પ્રભારી અને બ્રહ્મ સમાજ પ્રદેશ યુવા મહામંત્રી કૃણાલભાઈ દીક્ષિત હાજર રહ્યા હતા, તેમજ તેમજ સુંદર યજ્ઞોપવિત્ર સંસ્કારનું આયોજન પ્રમુખ મુકેશભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ ઉપેન્દ્રભાઈ જોશી, એડવોકેટ પ્રદીપભાઈ ઉપાધ્યાય અને પૂર્વ કોર્પોરેટર તથા ભાજપના આગેવાન કેતનભાઇ ત્રિવેદી, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી તથા તેમની ટીમે ખૂબ સરસ રીતે આયોજન કર્યું હતું. બટુકોને ભગવદ ગીતા, ત્રિશૂળ, સ્કૂલબેગ, વોટર બેગ, લંચબોક્સ, નોટબુક, કંપાસ, ટોપી, ડબ્બા વગેરે અર્પણ કરાયા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા બદલ મોડાસા પ્રદેશ બ્રહ્મ સમાજે સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.