


રિપોર્ટ : બીના પટેલ
શ્રી હિંદુ ગુર્જર સોરથિયા દરજી જ્ઞાતિ યુવક મંડળ ની દિકરીઓને ‘ ધ કેરાલા સ્ટોરી’ નિ:શુલ્ક ન બતાવવાના વાઇરલ વીડિઓ બાદ સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે દિકરીઓ અને માતાઓને ફિલ્મ નિ:શુલ્ક બતાવી
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા કર્ણાટક ના ચૂંટણી પ્રચાર દરમ્યાન ‘ ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મ જોવા લોકેને આહવાન કર્યુ હતુ. ત્યાર થી લઇ સમગ્ર દેશમા આ ફિલ્મ હિંદુ દિકરીઓ ને બતાવવા માટે અનેક સંસ્થાઓ આગળ આવી હતી તેવામા આણંદ જિલ્લા શ્રી હિંદુ ગુર્જર સોરથિયા દરજી જ્ઞાતિની દિકરીઓ ને પોતાના સમાજના આગેવાન દ્વારા ‘ધ કેરાલા સ્ટોરી’ફિલ્મ નિ:શુલ્ક બનાવવાની સ્પોન્સરશિપ જાહેર કરેલ બાદમા અગમ્ય કારણો થી આ સ્પોન્સરશિપ પાછી ખેચતો વિડિયો સોશિયલ મિડિયામા વાઇરલ થતા સમાજના આગેવાનો અને દિકરીઓ મુંજવણ મા મુકાઇ ગયેલ હતી.
‘ધ કેરાલા સ્ટોરી’ આંતકવાદના ભયાનક સત્યને ઉજાગર કરતી ફિલ્મ ગુજરાતમા કરમુક્ત કરવા સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ અને આણંદ ના ધારાસભ્ય શ્રી યોગેશભાઇ પટેલ દ્વારા મુખ્ય મંત્રીને રજુઆત કરવામા આવી હતી. ત્યાર બાદ શ્રી હિંદુ ગુર્જર સોરથિયા દરજી જ્ઞાતિની દિકરીઓ ને પોતાના સમાજના આગેવાન દ્વારા દ્વારા નિ:શુલ્ક ફિલ્મ ન બતાવવાના વાઇરલ વિડીઓ બાદ સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ દ્વારા જાહેર થયેલ શો ની સ્પોન્શરશિપ પોતે લઇ બહેન દિકરીઓને નિ:શુલ્ક ફિલ્મ બતાવવાની જાહેરાત કરતા સમગ્ર શ્રી હિંદુ ગુર્જર સોરથિયા દરજી જ્ઞાતિની દિકરીઓમા ખૂશી વ્યાપી હતી. સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ દ્વારા તા.16. મે 2023 ના રોજ સાંજે 4.45 કલાકે આણંદ રાજ શિવાલય ખાતે સમગ્ર શ્રી હિંદુ ગુર્જર સોરથિયા દરજી જ્ઞાતિની તથા સમસ્ત હિંદુ જ્ઞાતિની દિકરીઓ ને નિ:શુલ્ક બતાવવામાં આવી.
શ્રી હિંદુ ગુર્જર સોરથિયા દરજી જ્ઞાતિની દિકરીઓ ના કેન્સલ થયેલ શો માટે સૌ પ્રથમ સાંસદશ્રીએ સ્પોન્સરશિપ જાહેર કરેલ પરંતુ લોકમાંગણી વધતા એક ની જગ્યાએ સાંસદશ્રી મિતેષભાઇ પટેલ તરફ થી 4 શો નિ:શુલ્ક બતાવવાનુ આયોજન કરવામા આવ્યુ જેમા સાંસદશ્રી મિતેષભાઇ પટેલ ને બહાળો પ્રતિસાદ મળેલ છે. ‘ધ કેરાલા સ્ટોરી’ ને સાંસદ શ્રી દ્વારા નિ:શુલ્ક બતાવ્યા બાદ હજુ પણ રજીસ્ટેશન ની સંખ્યાવધતા આગામી સમયમા સાંસદશ્રી દ્વારા વધુ શો નિ:શુલ્ક બતાવવાની તૈયારી બતાવવામા આવી રહી છે. હાલ આણંદ જિલ્લમા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ચૂંટાઇ આવેલ પ્રતિનિધિઓ અને હિંદુ સંગઠન દ્વારા પોતાના વિસ્તારમા સમાજમા જાગ્રુત્તા આવે તેવા હેતુથી નિ:શુલ્ક બતાવવામા આવી રહી છે.
