બીજેપી દ્વારા જન સંપર્ક યાત્રા શરૂ

શૈશવ રાવ રાજપીપળા

નરેન્દ્ર મોદી સરકાર ના 9 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ સરકાર દ્વારા જનહિત માં થયેલ કાર્યો ને જન જન સુધી પહોચાડવા આગામી 30 તારીખ થી બીજેપી દ્વારા જન સંપર્ક યાત્રા શરૂ કરવામાં આવનાર છે.ત્યારે સમગ્ર જિલ્લામાં બુથ લેવલ થી વિધાનસભા અને લોકસભા વિસ્તાર માં ઘરે ઘરે કેન્દ્ર સરકારની વિવિધ યોજના ઑ સારી રીતે પહોંચે તેના આયોજન માટે આજે બીજેપી નર્મદા ના નાંદોદ મંડળ દ્વારાં કારોબારી બેઠક નું આયોજન હાથ ધરાયું હતું જેમાં મોટી સંખ્યામાં જિલ્લા બીજેપી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા બીજેપી પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા મહામંત્રી નીલ રાવ ખાસ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ ને માર્ગદર્શન આપી આગામી 30 તારીખ થી એક માસ સુધી જનસંપર્ક યાત્રા પહેલા સોશિયલ.મીડિયા ના તમામ એપ ડાઉનલોડ કરી કાર્યકર્તાઓ સરકાર ની યોજનાઓ ના પ્રચાર પ્રસાર માં લાગી જવા હાકલ કરી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *