આપણા વડોદરા અને સમાજ નું ગૌરવ

શૈક્ષણિક ક્ષેત્રે વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા તેમજ વધુ ને વધુ પ્રગતિ કરે તે હેતુસર તા:૨૬.૦૫.૨૦૨૩ના રોજ SSC માં 99.99 PR મેળવી ગુજરાત માં પ્રથમ સ્થાને આવનાર, વડોદરામાં રહેતા મોચી સમાજના માલવ વાઢેર, “મોચી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ” – વડોદરાના હેડ ઓફ ટ્રસ્ટીશ્રી પ્રકાશભાઈ ચૌહાણ, પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ચૌહાણ, ટ્રસ્ટીશ્રી લીલાધરભાઈ યાદવ તથા કમીટી મેમ્બર્સ રમેશભાઈ ચૌહાણ, રુતિક ચૌહાણ, દક્ષાબેન ચૌહાણ અને જયશ્રીબેન વાધેલા એ માલવ ને ટ્રોફી આપી અને માલવ ના દાદા નાનુભાઈ વાઢેર તથા દાદીમાં નું શાલ ઓઢાડી તેમનુ સન્માન કરવા આવ્યું.

: વિના-મુલ્યે ફૂલ સ્કેપ નોટબુક અને પાઠ્ય પુસ્તક વીતરણ અંગે ની અગત્ય ની જાહેરાત :

વડોદરા જીલ્લા માં અભ્યાસ કરતા, સમસ્ત મોચી સમાજ ના દરેક વિદ્યાર્થીઓ ને “વિના મુલ્યે” , ફૂલ-સ્કેપ નોટબુક નું વીતરણ ચાલુ થઇ ગયું છે.  તો તે મેળવવા માટે વાલીઓ-વિદ્યાર્થીઓ ને વિંનતી કે, પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ટી. ચૌહાણ ના વોટ્સ-અપ  ન: 9824395362 પર સમ્પર્ક કરી ને ફોર્મ મેળવી  લેવું.  ફોર્મ ભરીને તમારી નજદીક ના વીતરણ કેન્દ્ર પર સંપર્ક કરી જમા કરાવો અને તમારે ફૂલ-સ્કેપ નોટબુક મેળવી લેવાની રહે છે.  જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ને વિના મુલ્યે , ધોરણ પ્રમાણે પાઠ્યપુસ્તક પણ આપવા માં આવશે.

તમો ફુલસ્કેપ ચોપડા લેવા જાઓ ત્યારે ખાસ ધ્યાન રાખો કે તમોએ પાસ કરેલ ધોરણના પાઠય પુસ્તકો જે  તમોએ અંદાજીત 1000 થી 5000 રૂપિયામાં લીધા હશે.તે તમો પસ્તીમાં આપવા જશો તો તે 5 થી 7 રૂપિયે કિલોના ભાવે આપશો. પણ એજ પાઠય પુસ્તક તો તમો કેન્દ્રમાં જમા કરાવશોતો આપણાં સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપી મદદ કરી કરી શકશો ( તમારે એમ સમજવાનું કે તમોને જે ફુલસ્કેપ ચોપડા “વિના મૂલ્ય” મોચી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ,વડોદરા તરફ થી આપીએ છીએ તેની કિંમત પાઠય પુસ્તક જમા કરાવવાની રહેશે આ પાઠય પુસ્તક જમા કરાવવાનુ ફરજિયાત નથી પણ તમો આ સેવાકીય કાર્યમાં સહભાગી બનો એજ અમારી અભ્યર્થના. સમાજ નો સાથ એ આપણાં સમાજના સારા ભવિષ્યનો માર્ગ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *