
રિપોર્ટ જીગર સચ્ચદે
ભારત વિકાસ પરિષદ ભારતનગર શાખા નો વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેમાં મુખ્ય મેહમાનો તરીકે ભારત વિકાસ પરિષદ પ્રાત ના હોદેદારો પ્રાં. ડો. તેજસભાઈ પૂજારા, જખાભાઈ હુંબલ , દીપેનભાઈ પંડ્યા , તેમજ આર.એસ.એસ. (RSS) જિલ્લા સંચાલક પૂર્વે (કચ્છ) માવજીભાઈ સોરઠીયા , તથા ગાંધીધામ શાખા ના અધ્યક્ષ જયેશભાઈ રાજદે તથા સચિવ બ્રીજેશભાઈ ગટા તેમજ વર્ષામેડી શાખા ના અધ્યક્ષ , સચિવ અને મહિલા સંયોજીકા તથા ગાંધીધામ નગરપાલિકા ના ઉપપ્રમુખ શ્રી બળવંતભાઈ ઠક્કર , તેમજ નગરસેવકો કમલ શર્મા , ભરતભાઈ મીરાણી, સુરેશમારાજ, હર્ષીતાબેન સથવારા તેમજ ગાંધીધામ ભારતનગર માં રેહતા સામાજિક અગ્રીઓ તથા સેવાધારી વ્યક્તિઓ હાજરી આપી હતી.
કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ વંદે માતરમ ગાન અને ત્યારબાદ શિવ તાંડવ નૃત્યની ઝાંખી પ્રગટ કરવામાં આવી હતી ત્યારબાદ આવેલ મહેમાનો નું સ્વામી વિવેકાનંદ ની વિચારધારા અનુલક્ષી પુસ્તકોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2022-23 દરમિયાન થયેલ કામગીરીની ઝાંખી (PPT) દ્વારા રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ વાર્ષિક હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો.
નવા હોદ્દેદારોની શપથ વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ જેમાં પ્રમુખ તરીકે શ્રી રમેશભાઈ સથવારા બીજી વખત પસંદગી પામ્યા હતા તથા ઉપપ્રમુખ તરીકે શ્રી મયુરભાઈ સાપેતા ભરતભાઈ રહ્યા.સચિવ તરીકે કુણાલભાઈ ઠક્કર, કાષા અધ્યક્ષ તરીકે મહેશદાન ગઢવી (લોકગાયક) મહિલા સયોજિકા તરીકે પૂજાબેન ગોસ્વામી સંગઠન મંત્રી તરીકે નરેન્દ્રભાઈ થાપાણી, રાજભા ગઢવી ભારત કો જાના સંયોજક તરીકે રિંકુબેન પટેલ પૂર્વ વંદન કામ અભીનંદન ના સંયોજક તરીકે પ્રીતિબેન શાહ ,સમૂહ ગાન ના સંયોજક તરીકે અંજુબેન ગોર ત્યારબાદ પર્યાવરણ સંયોજક તરીકે હંસરાજ કીરી તથા ઉપેન્દ્રપુરી ગોસ્વામી ત્યારબાદ પ્રચાર પ્રસારમાં તેમના સંયોજક તરીકે વિપુલદાન.જી.ગઢવી તેમજ નવા સભ્યોની શપથવિધિ પણ કરવામાં આવી જેની શપથ માનનીય શ્રી તેજસભાઈ પુજારા તથા જખાભાઈ દ્વારા કરવામાં આવી હતી
ત્યારબાદ જખાભાઈ હુંબલ, તેમજ પ્રો.ડો. તેજસભાઈ ના વ્યક્તવ્ય દ્વારા માર્ગદર્શન મળેલ તેમજ ત્યારબાદ સૌ મહેમાનો, પદાધિકારીઓ તેમજ ભારત વિકાસ પરિષદ ભારત નગર શાખાના સૌ સભ્યો પારિવારિક રીતે ભોજન લઈ કાર્યક્રમને વિરામ આપેલ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સચિવ કુણાલભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું