ઉનાવા ખાતે ભાગવત કથાનું રસપાન કરતા કેબિનેટમંત્રી બલવંતસિંહ રાજપુત.

 ઊંઝા તાલુકાના ઉનાવા ખાતે સદગત રામશંકર રાવલ અને શારદાબેન રાવલ તથા સર્વપિતૃના સ્મૃતિ વંદનાર્થે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશભાઈ આર.રાવલ દ્વારા આયોજીત “શ્રીમદ ભાગવત સપ્તાહ મહોત્સવ” માં કેબિનેટ મંત્રી  બલવંતસિંહ રાજપૂતે  હાજરી આપી હતી આયોજકોએ તેઓનું સાલ ઓઢાડી  સન્માન કર્યું હતું તેઓએ આવુ સુંદર ધાર્મિક આયોજન કરવા બદલ આયોજકોને અભિનંદન આપી કથાકાર બટુકભાઈ વ્યાસનો પણ આભાર વ્યક્ત કર્યો હતો તેમ જ કથા શ્રવણ માટે આવેલ તમામ શ્રોતાગણને ધન્યવાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે ઊંઝાના ધારાસભ્ય કે કે પટેલ મહેસાણા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન હરિભાઈ પટેલ મહેસાણા ડિસ્ટ્રીક બેંકના વાઈસ ચેરમેન કેશુભાઈ પટેલ સિધ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટર શંભુભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા

આ પ્રસંગે ઉંઝાના ધારાસભ્યશ્રી કીરીટભાઈ પટેલ હાજર રહ્યા. ભાગવતાચાર્ય પૂજ્યશ્રી બટુકભાઈ વ્યાસ (ધરમપુરવાળા) ના શ્રીમુખેથી ઉનાવાના નગરજનો અને રાવલ પરિવારના સ્નેહીજનો સાથે અમૃત સમાન કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *