આણંદ જિલ્લા માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન દ્વારા પર્યાવરણ દિવસ ઉજવાયો

રિપોર્ટ : બીના પટેલ

રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીલેશભાઈ જોશી ના માર્ગદર્શન હેઠળ આજે પર્યાવરણ દિવસે માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન ના આણંદ જિલ્લા પ્રમુખ કેવલભાઈ પંડ્યા એ વૃક્ષારોપણ ના એક ખુબ સુંદર કાર્યક્રમ નું આયોજન કર્યું હતું.
જેમાં આણંદ નગરપાલિકા ના મ્યુનસિપલ કાઉન્સિલર શ્રી જૈમેન્દ્ર ભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં આણંદ શહેર માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન ના રાષ્ટ્રીય મંત્રી બીનાબેન પટેલ પણ આ કાર્યક્રમ માં સહયોગી બન્યા હતા.


આણંદ જિલ્લા પ્રમુખ કેવલ ભાઈ એ પુષ્પગુચ્છ થી જૈમેન્દ્ર ભાઈ પટેલ અને બીનાબેન પટેલ નું સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમ માં માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન ની આણંદ ટીમ ના જિલ્લા પ્રમુખ કેવલભાઈ પંડ્યા, સામરખા પ્રમુખ તૃશિતભાઈ પટેલ, સારસા શહેર પ્રમુખ ધવલભાઈ શાહ, ડભાસી પ્રમુખ પિયુષભાઈ પટેલ, તેજસભાઇ ઠક્કર, જગદીશ ભાઈ પ્રજાપતિ… આ સેવા કાર્ય માં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ના અંતે જૈમેન્દ્ર ભાઈ તથા રાષ્ટ્રીય મંત્રી બીના બેને વૃક્ષો આપણા જીવન માં કેટલું મહત્વ ધરાવે છે અને ફક્ત આજ ના દિવસ પૂરતું નહિ પણ હમેશાં વૃક્ષારોપણ થવું જ જોઈએ એ સમજાવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *