



કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
:હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.અને મહાનુભાવો ના હસ્તે વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું હતું
.વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂન ૨૦૨૩ના રોજ દરિયા કિનારે નભતા અને રહેતા લોકો માટે ચેર દ્વારા દરિયાકાંઠે વસતા લોકોની દેખીતી આવક" માં વધારો થાય તે માટે "મિસ્ટી યોજનાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરાયો હતો.ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકા ના વમલેશ્વર, કંટીયાજાળ, આંકલવા,સમની અને કતપોર, તેમજ વાગરા દહેજ અને જંબુસર ના કાવી - કંબોઈના પવિત્ર સ્થળ સુધી મેન્ગ્રુવ ચેર ના જંગલો આવેલા છે.અહીંના સૂકા અને અર્ધસુકા પ્રદેશમાં જોવા મળતી મુખ્ય જાતો એવેશીનીયા મરીના,એવેશીનીયા આલ્બા અને એવેશેનીયા ઓફીથીનાલીઝ વગેરે જાતો ભરૂચના દરિયા કિનારે જોવા મળે છે. ત્યારે હાંસોટ તાલુકા ના છેવાડા ના વમલેશ્વર ગામ ખાતે જિલ્લા કક્ષા ના વિશ્વ પર્યાવરણ દિવસ ની રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ની અધ્યક્ષતા હેઠળ ઉજવણી કરવામાં આવી હતી અને મંત્રી મુકેશ પટેલે .,દરેક ઘરમાં કે જ્યાં દીકરીના જન્મનો અવસર હોય કે જન્મ તિથિ હોય તે પ્રસંગે એક વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.આ ઉપરાંત દરેક ગામમાં એક નમો વન બને તેવી પણ ઈચ્છા વ્યક્ત કરી હતી આ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષી,અધિક કલેકટર આર ધાધલ ,મુખ્ય વન સંરક્ષક અંશુમાન શર્મા તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા કર્મચારી ઓ ઉપરાંત મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.