
આનંદ ઠકકર ડીસા
વિશ્ર્વ મહામાનવ એવા માનનીય નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન તરીકે સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં ભાજપ દ્રારા જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવેલ છે.આ અનુસંધાને કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓ પણ ગુજરાતમાં પધારેલા છે.તારીખ 6 જૂન મંગળવારે કેન્દ્રીય મંત્રી ડો.ભાગવત કરાડજીએ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી તેમજ ભાજપના અદના વફાદાર સૈનિક અચરતભાઈ ઠકકરના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લઈ સાથે ભોજન લીધું હતું.
આ અવસરે તેમની સાથે બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉત્સાહી પ્રમુખ કીર્તીસિંહ વાઘેલા,પાટણ લોકસભા પ્રભારી અશોકભાઈ જોષી,જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ,કાંકરેજ પ્રભારી કે.ટી.માળી,કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્ર્વરભાઈ પટેલ,મહામંત્રીઓ ઈસુભા વાઘેલા,અમીભાઈ દેસાઈ,થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,કોર્પોરેટર ધીરૂભાઈ શાહ,ગીરાબેન શાહ,મહિલા મોરચા પ્રમુખ રેણુકાબેન શાહ,ભાજપ અગ્રણીઓ કનુભાઈ આચાર્ય,તરૂણભાઈ ઠકકર,ભીમજીભાઈ વાઘેલા,ડી.ડી.ઝાલેરા,દશરથભાઈ ઠકકર-સરપંચ,વિજયભાઈ ઠકકર,જસવંતલાલ ઠકકર,ભરતભાઈ સોની,દીલીપભાઈ ઠકકર,જિલ્લા યુવા ભાજપ પૂર્વ મહામંત્રી નિરંજનભાઈ ઠકકર સહિત અનેક ગણમાન્ય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ બનાસકાંઠા જિલ્લામાં જન સંપર્ક અભિયાન વેગવંતુ બનેલ છે ત્યારે થરા તેમજ કાંકરેજ તાલુકામાં પણ ભાજપના તમામ કાર્યકરો કામે લાગ્યા છે.