ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા ડાંગ જિલ્લાના ૧૭ બાળકોની હૃદયની સોનોગ્રાફી (2D echo) કરવામાં આવી

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: ૨૦: શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ધરમપુર દ્વારા આયોજિત બાળકો માટેના હૃદયરોગના વિના મૂલ્ય કેમ્પમાં, ડાંગ જિલ્લાના શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની ૮ જેટલી ટીમ દ્વારા શોધાયેલા હૃદય સંબધિત બીમારી ધરાવતા ૧૭ બાળકોની હૃદય સંબંધિત સોનોગ્રાફી 2D echo અને ડાયાબિટીસનું ૧ એમ કુલ ૧૮ બાળકોની સુશ્રુષા હાથ ધરાઈ હતી.

આ બાળકો માટે ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વાહન વ્યવસ્થા કરી, ડૉ દિવ્યેશ ગાયકવાડ અને ડૉ ઈર્શાદ વાની સાથે આ બાળકોને શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યા નિષ્ણાંત તજજ્ઞો દ્વારા તપાસ હાથ ધરી તેઓના રોગોનું નિદાન કરવામાં આવ્યુ હતું. જેમાં ૭ જેટલા બાળકોને સર્જરીની જરૂર હોઈ, તેઓને વધુ સારવાર અર્થે યુ.એન.મહેતા હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે બાકીના બાળકોને દવાઓ આપી RBSK ટીમના ફોલો અપ હેઠળ રાખવામાં આવ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *