
ધાર્મિક ભટ્ટ અરવલ્લી
“સંપર્ક થી સમર્થન” જનસંપર્ક કાર્યકર્મ અંતર્ગત આગામી દિવસોમો અલ્પકાલિન વિસ્તારકો પોતાના વિસ્તારમાં જઇ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ના ૯ (નવ ) વર્ષ પૂર્ણ થયા અને તે અંતર્ગત સમગ્ર દેશમાં આ ૯ (નવ) વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના વર્ષ તરીકે ઉજવાઇ રહ્યું છે તેના ભાગરૂપે અલ્પકાલીન વિસ્તારક પોતાને સોપેલ વિસ્તારમાં જઇ જનસંપર્ક કરશે તે અનુસંધાને આયોજનના ભાગરૂપે મંડલ પ્રમુખ મહામંત્રીઓને માર્ગદર્શન અને સુચના આપવા બેઠક યોજાઇ હતી. આ બેઠક મોડાસા વિધાનસભા વિસ્તારક શ્રી નાજાભાઇ ગાંગળ ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઇ ત્યારે જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઇ પટેલ જિલ્લા મહામંત્રી શ્રી હસમુખભાઇ પટેલ, શ્રી જગદિશભાઇ ભાવસાર ઉપસ્થિત રહી અને કાર્યક્રમો સફળ થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.