અંકલેશ્વર શહેર માં ભગવાન જગન્નાથજી નગરચર્યા પર નીકળતા ઠેર ઠેર ભવ્ય સ્વાગત

જય રણછોડ માખણ ચોરના જયઘોષ થી વાતાવરણમાં ભક્તિરસ ભળ્યો

પોલીસ દ્વારા ડ્રોન અને બોડી લેન કેમેરા સાથે યાત્રા પર ચાંપતી નજર રાખી

મુસ્લિમ સમાજ ના આગેવાનો રથયાત્રા માં જોડાયા

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ના ભરૂચી નાકા પાસે હરિદર્શન સોસાયટી ખાતે આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરે થી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથની વાજતે ગાજતે ભવ્ય રથયાત્રા નીકળી હતી. જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે ભગવાન ની રથ યાત્રા નીકળી હતી. શહેર માં ઠેર ઠેર ભગવાન જગન્નાથની રથયાત્રા નું ભવ્ય સ્વાગત કર્યું હતું રથયાત્રા માં ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જોડાયા હતા સાથે પોલીસ દ્વારા ડ્રોન અને બોડી લેન કેમેરા સાથે યાત્રા પર ચાંપતી નજર રાખી રાખી હતી.

અંકલેશ્વર ની હરિદર્શન સોસાયટી ખાતે ભગવાન જગન્નાથનાં મંદિરે પૂજા અર્ચના અને આરતી બાદ જગતના નાથ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થયા હતા. આ પ્રસંગે ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા ,અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ રામકુંડ ના મહંત ગંગાદાસજી બાપુ સહિત સંતો-અને મુસ્લિમ આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અષાઢી બીજ નાં પાવન અવસરે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જય જગન્નાથ ના જયઘોષ સાથે વાજતે ગાજતે રથયાત્રા શરૂ થઈ હતી. જે દીવા રોડ, જલારામ મંદિર, ભરૂચીનાકા થઇને મુખ્ય માર્ગ ઉપર થઇ , ચૌટા બજાર સહીત ની મુખ્ય બજારો અને શહેરના અન્ય માર્ગો પર ફરી મંદિરે પરત ફરી હતી મુસ્લિમ સમાજ ના આગેવાન મહંમદઅલી શેખ અને વસીમ ફદવાલા રથયાત્રા માં જોડાઈ ને કોમી એકતાનો સંદેશો પાઠવ્યો હતો રથયાત્રાને લઇને પોલીસતંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. શ્રદ્ધાળુઓએ રથયાત્રામાં અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો.અને ભગવાન સ્વયં ભક્તોનાં દ્વારા દર્શન આપતા ભક્તો ભાવ વિભોર બન્યા હતા.તેમજ મગ,જાંબુનો પ્રસાદ આરોગીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી મંદિર ટ્રસ્ટ ના જીતુ ભાઈ પટેલ ની આગેવાની હેઠળ ભવ્ય રથયાત્રા ને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાઈ હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, કારોબારી અધ્યક્ષ શ્રી સંદીપ પટેલ, જીલ્લા કોષાધ્યક્ષ શ્રી જગદીશભાઈ શાહ, શહેર ભાજપ મહામંત્રી શ્રી જગ્નેશ અંડાદીયા સહિતના આગેવાનો જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *