આણંદ સાંસદ મિતેષભાઈ પટેલે રણછોડ રાયજી મંદિર માં 97 ની રથયાત્રા ને પ્રસ્થાન કરાવી પરમ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું.

રિપોર્ટ : બીના પટેલ

અષાઢી બીજના પાવન પર્વે નિમિતે સાંસદશ્રી મિતેષભાઈ પટેલે પેટલાદ શ્રી રણછોડરાયજી મંદિરમાં 97 મી રથયાત્રાના અવસરે ભગવાન શ્રી રણછોડરાયજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કર્યુ. સાથે ભગવાન સમક્ષ જિલ્લાના, ગુજરાતના અને દેશના લોકોના સુખ, શાંતિ અને સર્વાંગીણ વિકાસની મંગલકામના કરી. આ અવસરે સાંસદશ્રીની સાથે પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી સી.ડી.પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી પ્રદીપભાઈ પટેલ, જિલ્લા અને તાલુકા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *