૨૧મી જૂન, ૨૦૨૩ “આંતરરાષ્ટ્રીય યોગ” દિવસનો કાર્યક્રમ વ્યારા સ્થિત દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે સવારે ૬:૦૦ કલાકે યોજાયો.

જિલ્લામાં વિવિધ સ્થળોએ તાલુકા અને નગરપાલિકા કક્ષાએ તથા ૭૫ અમૃત સરોવર સાઈટ ખાતે યોગ દિવસની ઉજવણી

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી યોગ આજે વિશ્વફલક પર પહોંચ્યો છે. યોગ જીવનના તમામ પાસાઓ વચ્ચે સંતુલન સાધી સ્વાસ્થ્ય અને માનવ કલ્યાણ માટે સર્વગ્રાહી દ્રષ્ટિકોણ આપે છે. ગુજરાત સરકાર ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણીના માધ્યમથી જન-મનને યોગમય બનાવવા દૃઢ સંકલ્પિત છે. ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત આ વર્ષે ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવા જઇ રહી છે. ત્યારે તાપી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી જિલ્લાના તમામ તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ વિવિધ સ્થળોએ ૨૧મી જૂનના રોજ કરવામાં આવનાર છે.

“વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ”, હર ઘર આંગણે યોગ થીમ પર યોગ દિવસની ઉજવણી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે તાપી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે ૨૧મી જૂન, ૨૦૨૩ “આંતરરાષ્ટ્રીય યોગ” દિવસનો કાર્યક્રમ વ્યારા સ્થિત દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે સવારે ૬:૦૦ કલાકે યોજાયો.

આ ઉપરાંત ‘‘વિશ્વ યોગ દિવસ’’ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા રાજયભરના કુલ ૭૫ આઇકોનિક સ્થળોએ યોગ કરવામાં આવશે. ત્યારે, ‘‘આઝાદીકા અમૃત મહોત્સવ’’ નિમિત્તે તાપી જિલ્લા સહિત પ્રત્યેક જિલ્લામાં બનાવાયેલા ૭૫ અમૃત સરોવરો ખાતે પણ રાજયસરકાર દ્વારા યોગ નિદર્શનના કાર્યક્રમો યોજાશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *