
ડાંગ અમરનાથ જગતાપ
આહવા: તા: 24: ખેડૂત તાલીમ કેન્દ્ર-આહવા ખાતે આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય વર્ષ, ૨૦૨૩ (મિલેટ વર્ષ)ની ઉજવણીનાં ભાગ રૂપે જિલ્લા પંચાયત ડાંગની ખેતીવાડી શાખા દ્રારા નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન યોજના હેઠળ રાગી અને તુવર મિનીકિટ વિતરણ સાથે ક્રોપીગ સિસ્ટમ બેઈઝ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય તેમજ વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમ દરમ્યાન આહવા તાલુકામાં રાગી ૮૦૫ અને તુવર ૨૬૨ કિટનું વિતરણ કરાયું હતું.

કાર્યક્રમમાં ખેડૂતોને યોજનાકીય, પ્રાકૃતિક ખેતી,હલકા ધાન્ય ખરીફ ખેતપધ્ધતિ વિષે ખેતીવાડી, આત્મા તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર –વઘઈનાં વૈજ્ઞાનિક શ્રી પ્રતિકભાઈ દ્રારા માર્ગદર્શન આપ્યું હતું .
નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ દ્રારા પાક વાવણીને અનુરૂપ પાકોનું આયોજન કરવા માટે ખેડૂતોને આગ્રહ કર્યો હતો. તથા પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે નાના ચેકડેમ બનાવી આ સમસ્યાના નીરાકરણની પહેલ કરી હતી. સાથે તૃણ ધન્ય પાકોનું ખોરાકમાં મહત્વ ઉપર ભાર આપવામાં આવ્યો હતો. તથા પ્રાકૃતિક ડાંગ જિલ્લામાં તૃણ ધન્ય પાકોનું ઉત્પાદન વધારવા વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરવા તેમજ સરકારશ્રી દ્રારા ચાલતી વિવિધ યોજનાનો લાભ મેળવી સધ્ધરતા તરફ આગળ વધવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. પીએમકિશાન યોજના હેઠળનાં લાભાર્થીઓને નજીકના સીએસસી સેન્ટર અથવા ગ્રામ પંચાયત પર જઈ બાકી e-kyc પૂર્ણ કરવા જણાવ્યું હતું.

પ્રગતીશીલ ખેડૂત હીરાભાઈએ જણાવ્યું હતું કે મિલેટ પાકોની ખેતી સાથે તુવરની ખેતી પાળા પધ્ધતિ થી કરવાથી ઉત્પાદન સારું મળે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતનાં ઉત્પાદન સહકાર અને સિચાઈ સમિતિનાં અધ્યક્ષ શ્રી સવિતાબેન, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કમળાબેન, આહવા તાલુકાનાં સદસ્યશ્રીઓ કમલેશભાઈ, વિજયભાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હર્ષદભાઈ પટેલ, મદદનીશ ખેતી નિયામક શ્રી વિજયભાઈ, મહામંત્રી શ્રી દિનેશભાઈ, આહવા તાલુકાના કારોબારી અધ્યક્ષા શ્રીમતી વનિતાબેન, ગ્રામસેવકો, આત્મા સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત લાભાર્થીઓ હાજર રહ્યા હતા.