જામનગરનું ગૌરવબનતા યોગ ટ્રેનર નૈના ચુડાસમા

જામનગર ( ભરત ભોગાયતા)

સમગ્ર રાષ્ટ્ર અને રાજ્ય સાથે જ જામનગર એ યોગ મા ખૂબજ પ્રગતિ કરી છે તેમાય બહેનો અને બાળકો એ યોગાસન પ્રાણાયમ ધ્યાન સુક્ષ્મ વ્યાયામ વગેરે અભ્યાસ અને સ્પર્ધાઓમા તેમના ટ્રેનરોની જહેમત હોય છે આવા જામનગરના એક ટ્રેનર નૈના બેન રાજ્ય કક્ષાએ ઝળક્યા છે

તાજેતરમાં સુરત ખાતે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩ ની રાજય કક્ષાની ઉજવણી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અઘ્યક્ષ સ્થાને કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી અનેભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતમાં
સુરત ખાતે એક સાથે એક જ સ્થળે ૧.૫૦ લાખ નાગરીકોએ યોગાભ્યાસમાં જોડાઈ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ રચ્યો. આ અવસરે જામનગર ના નૈનાબેન ચુડાસમા ને બેસ્ટ યોગ ટ્રેનર નો એવોર્ડ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતોઆ અવસરે જામનગરના શ્રી વિઠ્ઠલભાઈ ધોળકીયા, નૃપા મકવાણા, અર્પિતધોળકીયા, ઋષિ દવે તથા વિવિધ સમાજ/સંસ્થાના અગ્રણીઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *