
રિપોર્ટ, મયુર પટેલ
ભારતમાં ‘રાષ્ટ્રીય ડોકટર્સ ડે’ની ઉજવણીની શરૂઆત સને ૧૯૯૧થી થઇ હતી. પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી ડો. બિધાનચંદ્ર રોયની સ્મૃત્તિમાં ૧૯૯૧થી કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ડોકટર દિવસ ઉજવવામાં આવે છે. તેમનો જન્મ ૧ જુલાઈ ૧૮૮૨ના રોજ બિહારના પટણા શહેરમાં થયો હતો અને ૮૦ વર્ષની આયુમાં તા.૧ જુલાઇ ૧૯૬૨ના રોજ અવસાન પામ્યા હતા. તેમણે કલકત્તાથી મેડિકલ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું, અને ૧૯૧૧માં લંડનમાં એમઆરસીપી અને એફઆરસીપીની ડિગ્રી મેળવી અને ભારત પાછા આવ્યા પછી તે જ વર્ષે ભારતમાં ડોકટર તરીકેની તબીબી કારકીર્દિની શરૂઆત કરી. તેઓ દેશના એક પ્રખ્યાત ડોકટર, શિક્ષણવિદ્ તેમજ સ્વાતંત્ર્ય સેનાની પણ હતા.