






ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વલસાડ જીલ્લા શાખા અને ગુજરાત રાજ્ય શાખાના સયુંકત ઉપક્રમે રેડ ક્રોસ આપણા આંગણે” કાર્યક્રમ વલસાડમાં શ્રી સૌરાષ્ટ્ર કડવા પટેલ સેવા સમાજ હોલ, વલસાડ ખાતે યોજાયેલ જેમાં મુખ્ય મહેમાન ડો.કે.સી.પટેલ સાંસદશ્રીના અધ્યક્ષપદે યોજાયેલ જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ઉર્જાવાન અને કાર્યદક્ષ ચેરમેન શ્રી અજયભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, સાથોસાથ રેડ ક્રોસ વલસાડ જીલ્લા શાખાના પ્રમુખ અને કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જીતુભાઈ ચૌધરી, ધારાસભ્ય-કપરાડા, ભરતભાઈ પટેલ, ધારાસભ્ય-વલસાડ, અરવિંદભાઈ પટેલ, ધારાસભ્ય- ધરમપુર, ભરતભાઈ દેસાઈ, મેનેજિંગ ટ્રસ્ટી, આર.એન.સી. ફ્રી આઈ હોસ્પિટલ, અરવિંદભાઈ ઉકાભાઈ પટેલ, ચેરમેનશ્રી વલસાડ સહકારી ખંડ ઉદ્યોગ મંડળી લી.,શ્રી મગનભાઈ સાવલિયા, ઉપ પ્રમુખ- VIA – વાપી, ડો.કે.પી.પટેલ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી,વલસાડ, કાળુભાઈ ચોખલીયા, પ્રમુખશ્રી સૌરાષ્ટ્ર કડવા પટેલ સેવા સમાજ,માન.શ્રી જીતુભાઈ ઘાસવાલા, પ્રમુખશ્રી – BDCA-વલસાડ, ધરમશીભાઈ છેડા-રજવાડી ગ્રુપ અને વલસાડ જીલ્લાના શ્રેષ્ઠીઓની હાજરી ઉત્સાહ પ્રેરક હતી. આ કાર્યક્રમમાં સન્માનિત રકતદાતાઓ, સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ રેડ ક્રોસ સોસાયટીના આજીવન સભ્યો, રેડ ક્રોસ રાજ્ય શાખા અને જીલ્લા શાખાના હોદ્દેદારો, તબીબોએ ખાસ હાજર રહી માનવતાવાદી સંસ્થાની સેવાકીય પ્રવુતિઓને જાણી અને બિરદાવી હતી.
થેલેસેમિયા નિયંત્રણ માટે ભાનુશાળી સમાજની પહેલ અને લગ્ન પહેલા ફરજીયાત થેલેસેમિયા પરીક્ષણ થકી થેલેસેમિયા નિયંત્રણ માટે યોગદાન આપનાર ભાનુશાળી મિત્ર મંડળ વાપી અને ભાનુશાળી સમાજ વલસાડને એવોર્ડથી સન્માનિત કરાયા હતા. રેડ ક્રોસ આપણા આંગણે” કાર્યક્રમમાં ડો.કે.સી.પટેલ, રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલ અને કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના વરદ હસ્તે વલસાડ રેડ ક્રોસના ફર્સ્ટ એઇડ અવેરનેસ અને તાલીમના ક્વોલીફાઈડ ટ્રેનર ડો. અભિષેક મિસ્ત્રીની માનદ સેવાઓ બદલ વિશેષ સન્માન રૂપે એવોર્ડ આપી સન્માનિત કરી બિરદાવવામાં આવ્યા હતા.
રેડ ક્રોસ આપણા આંગણે” કાર્યક્રમમાં પધારેલ રાજ્ય શાખાના વાઈસ ચેરમેન ડો.અજયભાઈ દેસાઈએ રેડ ક્રોસની વિવિધ પ્રવૃતિઓનો ચિતાર આપી સમગ્ર રાજ્યમાં કાર્યાન્વિત થનારા ભાવિ પ્રોજેક્ટ અને રાજ્ય શાખાની પ્રગતિની માહિતી આપી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન વલસાડ-ડાંગ લોકસભાના સાંસદ ડો.કે.સી.પટેલે રેડ ક્રોસ વલસાડ જીલ્લાની કામગીરી ખાસ કરીને રક્તદાન ક્ષેત્રે તથા કુદરતી આફતોના સમયે જીલ્લામાં પુર અસરગ્રસ્ત વિસ્તારમાં થયેલ રાહત કામગીરીને બિરદાવી હતી સાથો સાથ રેડ ક્રોસની જીલ્લા શાખાની પ્રવૃત્તિના વ્યાપને વધારવા રેડ ક્રોસ ભવનના નિર્માણ માટે સરકારી જગ્યા ફાળવવા કલેકટરશ્રીને ખાસ અપીલ કરી હતી અને જીલ્લાના સિકલસેલ દર્દીઓના લાભાર્થે સાંસદ ફંડમાંથી રૂપિયા પંદર લાખની મલ્ટી પર્પઝ એમ્બ્યુલન્સવાનની ફાળવણી કરી હતી.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અને રેડ ક્રોસ આપણા આંગણે કાર્યક્રમના પ્રણેતા અજયભાઈ એચ પટલે દાનની સખાવત વહેડાવી રૂ. ૨૫,૦૦૦,૦૦/(પચ્ચીસ લાખ)નું માતબર દાન ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી વલસાડ જીલ્લા શાખાના ભાવિ રેડ ક્રોસ ભવનના નિર્માણ માટે આપવાની જાહેરાત કરી હતી અને વધુમાં વધુ લોકો રેડ ક્રોસમાં સ્વયં સેવક તરીકે જોડાઈ તે માટે અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વલસાડ રેડ ક્રોસના એક્ઝીક્યુટીવ મેમ્બર ભાવેશ રાયચાએ કર્યું હતું.
બોક્ષ
વલસાડ જીલ્લા શાખાના માનદ મંત્રી ડો. યઝદી ઈટાલીયા દ્વારા રેડ ક્રોસની સ્થાપના, સિધ્ધાંતો, ઈતિહાસ, સિધ્ધિઓ અને સાંપ્રત સમયની ભૂમિકાની ઝાંખીનો પરિચય કરાવવામાં આવ્યો હતો સાથોસાથ રેડક્રોસની માનવતાવાદી સેવાઓમાં મુખ્યત્વે રક્તદાન યજ્ઞમાં રક્તદાનરૂપે નિરંતર આહુતિ આપી રક્તદાનની જ્યોતને પ્રજવલિત રાખનારા નિસ્વાર્થ સેવાભાવી રક્તદાતાશ્રીઓ પિયુષ સંતોકી, ભીખુ ભાવસાર, સુનીલ પટેલ, પ્રફુલ આહીર, અલ્પેશ ઉપાધ્યાય અને હિતેન્દ્ર દેસાઈને સ્મૃતિ ભેટ આપી મહેમાનોએ બિરદાવ્યા હતા. સાથોસાથ ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં સહભાગી સંસ્થાઓ આશ્રમશાળાના સંચાલકો, આચાર્યો તથા ફર્સ્ટ એઇડ અવેરનેશ ટ્રેનીંગ અને યુથ રેડ ક્રોસ તરીકે નોંધાયેલ જીલ્લાની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ના પ્રતિનિધિઓને સર્ટીફીકેટ તથા અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ-અતુલ, શ્રી સાઈનાથ સેવાભાવી મંડળ-બીનવાડા, ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ- વલસાડ અને સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન-વલસાડને સ્મૃતિ ભેટ આપી અભિવાદન કરાયું હતું. સાથો સાથ વર્ષ ૨૦૨૧માં NIFA સંસ્થા દ્વારા સમગ્ર દેશમાં એક જ દિવસે સૌથી વધુ રક્તદાનની મુહિમ ચલાવી શહીદ દિવસની ઉજવણી નિમિત્તે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલ જેમાં સહભાગી સંસ્થા રેડ ક્રોસ, વાંસદા તાલુકા શાખાને પણ એવોર્ડ અને સર્ટીફીકેટથી સન્માનિત કરી હતી.