હિંમતનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા બાઈકરેલી યોજાઈ


રિપોર્ટ ઈકબાલ મેમણ હિંમતનગર
કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સરકારના ૯ વર્ષ “સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના” એક મહિનાના કાર્યક્રમોના ઉજવણીના ભાગરૂપે આજે હિંમતનગરમાં શહેરના વૈશાલી સિનેમા ગ્રાઉન્ડમાંથી જીલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલ તથા જીલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેના દ્વારા યુવા મોરચાની બાઈકરેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવેલ. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ કુ.કૌશલ્યાકુવરબા, ધારાસભ્ય વી.ડી.ઝાલા, જીલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ રહેવર, કનુભાઈ પટેલ, જીલ્લા ઉપ-પ્રમુખ જયેશભાઈ પટેલ, જયંંતીભાઈ પટેલ, જીલ્લા યુવા મોરચા પ્રમુખ રાહુલભાઈ પટેલ, શહેર સંગઠન પ્રમુખ વાસુદેવભાઈ રાવલ, તાલુકા સંગઠન પ્રમુખ હસમુખભાઈ પટેલ, શહેર સંગઠન મહામંત્રી જયેશભાઈ પટેલ, બંટીભાઈ મહેતા, પાલીકા પ્રમુખ યતીનબેન મોદી, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ પટેલ, તાલુકા મહામંત્રી રાજેન્દ્રસિંહ, ભવરસિંહ, કમલેશભાઈ બારોટ, શહેર યુવા મોરચા પ્રમુખ ધ્રુવ શાહ, તથા શહેર ના કોર્પોરેટર તથા મોટી સંખ્ય મા શહેર તથા તાલુકા ના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *