કુડાસણ ખાતે ” હર ઘર, સ્વસ્થ ઘર ” અંતર્ગત અનેક સ્પર્ધાઓમાં બમ્પર ઇનામો અને લકી ડ્રો કરાશે.

આગામી ૨૩મી જુલાઇ, રવિવારના રોજ સવારે ૮:૩૦ કલાકે કુડાસણ ખાતે મિલાપ ટાટારિઆ ટાઇગર દ્વારા આયોજિત અને ટ્રીક ટુ ક્રિએટ નાં સહયોગથી ” હર ઘર, સ્વસ્થ ઘર ” અંતર્ગત “સ્વચ્છતા ” વિષય પર ચિત્ર સ્પર્ધા તથા કલા અને હસ્તકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધામાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ સ્પર્ધામાં ૫ વર્ષથી ૨૫ વર્ષ સુધીના લોકો ભાગ લઇ શકશે. રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તા. ૧૫/૦૭/૨૦૨૩ રહેશે. ભાગ લેનાર દરેક સહભાગી વિદ્યાર્થીઓને આયોજક દ્વારા પ્રમાણપત્ર અને સરપ્રાઇઝ ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે તથા અનેક બમ્પર ઇનામો સાથે લકી ડ્રો કરવામાં આવશે. તો મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી ભાગ લેવા માટે ઇચ્છુક લોકોએ +૯૧-૮૧૬૦૦૬૫૬૨૭ પર ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરાવી લેવું તેમ જણાવવામાં આવેલ છે. સ્પર્ધામાં ટ્રીક ટુ ક્રિએટ નાં સંચાલિકા હિરલ પંડ્યા અને યાત્રી મેવાડા નો વિશેષ સહયોગ રહેશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *