અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચૂંટણી બિનહરીફ જાહેર

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચૂંટણી જાહેર થતા ભાજપ પ્રેરિત વર્તમાન ચેરમેન કરસનભાઈ પટેલ સહીત તેમના 14 સભ્યો એ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રો ભર્યા હતા જો કે તેમની પેનલ સામે અન્ય ઉમેદવારીપત્રો ન ભરાતા કરશનભાઇ પટેલ સહીત 14 સભ્યો ને શુક્વારે ના રોજ વિધિવત રીતે ચૂંટણી અધિકારી એ બિનહરીફ જાહેર કર્યા હતા . .

અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની જાહેર થયેલ ચૂંટણી માં ખેડૂત વિભાગ માં 10 બેઠક ,સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગ માં 1,તેમજ વેપારી વિભાગ ની 4 બેઠક મળી કુલ 15 બેઠક ની ચૂંટણી માટે તા 7 જુલાઈ શુક્રવાર ના રોજ ઉમેદવારી પત્રો ખેંચવા ની તારીખ જાહેર કરવામાં આવી હતી આ ચૂંટણી માં ભાજપ પ્રેરિત અને ભાજપ ના મેન્ડેડ ઉપર અંકલેશ્વર ખેતીવાડી બજાર સમિતિ ના વર્તમાન ચેરમેન કરસનભાઈ પટેલે તેમના 14 સભ્યો સાથે 3 જી જુલાઈ ના રોજ એપીએમસી ખાતે જિલ્લા રજીસ્ટાર ભરૂચ અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના ચૂંટણી અધિકારી પરેશકુમાર કણકોટીયા સમક્ષ ઉમેદવારી પત્રો ભર્યા હતા ,જો કે કરશનભાઇ પટેલ ની પેનલ સામે અન્ય કોઈ ઉમેદવારી પત્રો ભરાયા ન હતા.જેથી ચૂંટણી અધિકારી એ શુક્રવાર ના રોજ ઉમેદવારીપત્રો ખેંચવા ના અંતિમ દિવસે કરશનભાઇ પટેલ સહીત તેમની પેનલ ના ખેડૂત વિભાગ ના 10 સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગ માં 1,તેમજ વેપારી વિભાગ ની 4 સભ્યો ને બિનહરીફ જાહેર કર્યા હતા તમામ સભ્યો બિનહરીફ જાહેર થતા તેમના સમર્થકો એ ફટાકડા ફોડી કરશનભાઇ પટેલ ને શુભેચ્છા પાઠવી હતી ,

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *