સવગઢમાં મિલેટ વર્ષ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ

ઈકબાલ મેમણ હિંમતનગર
ગુજરાત સરકારના કમિશનર શ્રી મહિલા અને બાળ વિભાગની કચેરી ,ગાંધીનગર ના પરિપત્રને ધ્યાને લઈ તારીખ 06/07/2023 ના રોજ સાબરકાંઠા જિલ્લાના સવગઢ (પાણપુર) ખાતે હિંમતનગર આઈ સી ડી એસ કચેરીના તાબા ના દેરોલ સેજાની આંગણવાડીઓની વાનગી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. સીડીપીઓ ઘટક-૧ ના સીડીપીઓ શ્રીમતી પન્નાબેન સંઘવી ની ઉપસ્થિતિમાં યોજાયેલ વાનગી સ્પર્ધામાં પાણપુર સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય પ્રજાપતિ, દેરોલ સેજા ના સુપરવાઇઝર શિલ્પાબેન સહિત દેરોલ સેજા ની આંગણવાડી કાર્યકર બહેનો એ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો. આ તબક્કે ગામના આગેવાનો પણ હાજર રહી કાર્યક્રમમાં પ્રોત્સાહન પૂરું પાડ્યું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *