અરવલ્લીરોગી કલ્યાણ સમિતિ મિટિંગ જિલ્લા કલેકટર અને અધ્યક્ષ શ્રી સી.જે.પટેલના અધ્યક્ષ સ્થાને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે યોજાઈ આ બેઠકમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલ માં હાલ ૧૦૦ કોરોના ના દર્દીને દાખલ ક્ષમતા છે. તેને વધારી ૧૩૦ પથારી ની સેવા શરૂ કરવાની તેમજ સરકાર માંથી અપાતી દવાઓ ઓછી આવે તો કોરોનાદર્દીને દવા વેચાતી લાવવી ન પડે તે માટે રોગી કલ્યાણ ફંડ માંથી પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રમાંથી ખરીદી કરી દર્દીઓને વિના મૂલ્ય આપવાનું ઠરાવામાં આવ્યું છે. આ બેઠક માં રોગી કલ્યાણ સમિતિ ના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર શ્રી સી.જે.પટેલ ચાલુ માસે સેવા માંથી નિવૃત્ત થાય છે. ત્યારે તેમની સેવાઓ બિરદાવી કોરોના વોરિયર્સ તરીકે ની ઉત્તમ કામગીરી કરી હોય તેમને બિરદાવતો ઠરાવ સભ્ય શ્રી નરેન્દ્રભાઇ પટેલે રજૂ કરતો ઠરાવ રજૂ કરતાં દરેક સભ્યો એ વધાવી અભિનંદન પાઠવ્યા હતાં જયારે સિવિલ. મહેસૂલ. પંચાયત, પોલીસતંત્ર,પત્રકારો એ કોરોનામાં ઉત્તમ કામગીરી કરેલ છે તેને બિરદાવી અભિનંદન ઠરાવ કરવામાં આવ્યો હતો .બેઠકમાં મેડિકલ સૂપેરેટેન્ડેટ ડૉ આશિષ કતાર, સી.ડી.એમ. ઓ ડૉ જી.ડી.પટેલ, આર,એમ, ઓ ડૉ એન.એમ.શાહ ઉપરાંત રોગી કલ્યાણ સમિતિના નરેન્દ્ર પટેલ, કૌશલ્યકુંવર બા , રાકેશ પટેલ , ડૉ નાયક , ડૉ ગોપલાણી, સવજી ભાઈ વણઝારા અને અધિકારીઓ હાજર હતાં..



