
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટસ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કોલેજ, અમરોલીમાં NSS,NCC વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રિ.ઈ.ચા.આચાર્યશ્રી ડૉ. રાજેશકુમાર ડી. રાણાસાહેબના માર્ગદર્શન હેઠળ તા. ૧૧-૦૭-૨૦૨૩ના મંગળવારના રોજ “પરમવીર વંદન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત NSS સ્વયંસેવિકાઓ રાઠોડ તુલસીબેન, પોકળ મૈત્રીએ પ્રાર્થનાથી કરી હતી. જેમાં મુખ્ય વક્તા તરીકે દક્ષિણ ગુજરાતના સંયોજક શ્રી દીપકભાઈ રાજ્યગુરુ ઉપસ્થિત રહ્યા હતા. તેમના વક્તવ્યમાં આપણા દેશના ક્રાંતિવીરોએ મેળવેલ પરમવીર ચક્ર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશના કાર્યકારણી ગીતાંજલીબેન ઈટાલીયા, સુરતના સંયોજક સવજીભાઈ પટેલ, કાર્યક્ત્વ મહાદેવભાઈ પટેલ, મોન્ટુભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, અમિતભાઈ ત્રિપાઠી, શિવાંગભાઈ ત્રિપાઠી, મૃગેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ NSS સ્વયંસેવકો/સેવિકાઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાં અધ્યાપશ્રી, વહીવટી સ્ટાફ, એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસરો પ્રા.વિજયભાઈ ચૌધરી, પ્રા, જિતેન્દ્રભાઈ ચૌધરી, પ્રા.પંકજભાઈ નાયકા અને પ્રા.ડૉ.મયંકભાઈ સોઢા તથા એન.સી.સી. કેર ટેકર પ્રા.સોનલબેન જરીવાલા અને મોટી સંખ્યામાં સ્વયંસેવકો/સેવિકાઓ, કેડેટ્સ અને વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. અંતે રાષ્ટ્રગાન કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.