
મોટાભાઈ પણ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ

ઈકબાલ મેમણ હિંમતનગર
સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલના મોટાભાઈ મનુભાઈ અમીચંદભાઈ પટેલ તથા તેમના પત્ની રેણુકાબહેન અમેરિકાના ધાર્મિક પ્રવાસમાં જાગણી યાત્રામાં સફર કરી રહ્યા હતા ત્યારે સામ સામે કાર નું અકસ્માત થવાથી શ્રીમતી રેણુકાબેન મનુભાઈ પટેલ નું દુઃખદ અવસાન થયેલ છે જ્યારે મનુભાઈ અમીચંદભાઈ પટેલ પણ ગંભીર રીતે ઘાયલ થવાથી તુરંત હોસ્પિટલમાં દાખલ કરેલ છે. જ્યાં તબીબો દ્વારા આવતીકાલે ઓપરેશન કરવામાં આવશે આ સમાચાર મળતા મહેશભાઈ પટેલના નિવાસ સ્થાને આજે અનેક શુભેચ્છકો, મિત્રો, રાજકીય આગેવાનોએ મહેશભાઈ પટેલને મળી હુંફ આપી હતી અને ભગવાન રેણુકાબેન ની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી