મહુવા તાલુકા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો જન્મદિવસ ઉજવવામાં આવ્યો

રિપોર્ટ ,મયુર પટેલ

ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ના જન્મ દિવસ નિમિતે મહુવા તાલુકા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સેવા વસ્તી ગામ ભોરિયાં ખાતે હનુમાનજી મંદિર માં મુખ્યમંત્રીશ્રીના લાંબા આયુષ્ય, અને સારા સ્વાસ્થ્ય માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો, આ કાર્યક્રમમાં કોળધા સમાજના આગેવાનો અને યુવાનો ભાગ લીધો. મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે ભોરીયા હનુમાનજી મંદિરમા હનુમાન ચાલીસાનું બેનર સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ ના સંયોજક મયુર પટેલ તરફથી ભેટ આપવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં આવનાર દરેક કાર્યકર્તાનો આભાર વિધિ સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના સંયોજક ભેરૂભાઈ સાવરીયા એ કર્યો હતો અને કાર્યક્રમના અંતે ફળ વહેંચીને કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *