અરવલ્લી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી પ્રશસ્તિ પરીકની અઘ્યક્ષતામાં બેઠક મળી. બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભ, લોક અરજીના નિકાલ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા.

માનનીય ધારાસભ્યશ્રી પી. સી. બરંડા દ્વારા પ્રજાના પ્રશ્નો તાત્કાલિક ધોરણે ધ્યાને લઈને જરૂરી કામગીરી કરવા રજુયાત કરવામાં આવી.તેમજ જિલ્લાના શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, ગ્રામ પ્રગતિ જેવા વિષયો પર ચિંતન કરી જિલ્લાને ઉચ્ચ સ્તરે પહોચાડવા અંગે ચર્ચા કરવામાં આવી.

આ બેઠકમાં ધારાસભ્યશ્રી પી. સી. બરંડા , જિલ્લા વિકાસ અધિકારીશ્રી , જિલ્લા અધીક નિવાસી કલેકટર શ્રી એન.ડી.પરમાર સહિત જિલ્લા સંકલન સમિતિના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *