ખરવાણ વિભાગ ખેડૂત સહકારી મંડળી ના પ્રમુખ તરીકે તૃષારભાઈ.જે. પટેલની બિનહરીફ વરણી

રિપોર્ટ ,મયુર પટેલ

મહુવા તાલુકાના ખરવાણ ગામના 900 થી વધારે સભાસદ ધરાવતી ખારવાણ વિભાગ સહકારી મંડળી ની ચૂંટણીમાં તૃષારભાઈ .જે. પટેલ ને પ્રમુખ તરીકેની દરખાસ્ત ગુરજીભાઈ પટેલ અને ટેકો ચંદુભાઈ પટેલે આપ્યો હતો. અન્ય કોઈ પ્રમુખ પદની દરખાસ્ત ન આવતા તૃષારભાઈ પટેલ પ્રમુખ પદ માટે બિનહરીફ જાહેર કરાયા હતા. અને ઉપપ્રમુખ પદ માટે જયંતિભાઈ બ્રામાનીયા ની દરખાસ્ત નરેન્દ્ર ભાઈ પટેલ અને ટેકો રઘુભાઈ પટેલે આપ્યો હતો. અન્ય કોઈ દરખાસ્ત ન આવતા પ્રમુખ પદ તરીકે તુષારભાઈ .જે. પટેલ અને ઉપપ્રમુખ તરીકે જયંતીભાઈ બ્રાહ્મણીયા ની બિન હરિફ નિમણૂક થઈ હતી. સભા ને સંબોધતા તૃષારભાઈ પટેલે તમામ કમિટી સભ્યો ,સભાસદ મીત્રો નો આભાર માન્યો હતો અને મંડળીને વિકાસના પંથે લઈ જવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સભા નું સંચાલન અને આભાર વિધિ કમિટી સભ્ય સનમુખ ભાઈએ કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *