
કમલમ ન્યુઝ રાકેશ વાળા તાપી ચીફ,
તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ પોલીસ સ્ટેશન તથા સુરત ગ્રામ્ય જિલ્લા અને મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાર્ટી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી , પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી.
આરોપી મુકેશ ઉર્ફે મુન્નો અશ્વિનભાઈ ગામીત રહે ટીચરપુરા ગામ દાદરી ફળિયુ તાલુકો વ્યારા જીલ્લો તાપી, વોન્ટેડ આરોપીને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે આધારે અ.હે.કો, જગદીશ જોરા રામ . બ. ન.૩૮૮ એલ .સી .બી તાપી, તથા સ્ટાફના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોન્ટેડ આરોપીઓ ની વોચ /તપાસમાં હતા. તે દરમિયાન બાતમીને આધારે વોન્ટેડ આરોપી મુકેશ ઉર્ફે મુન્નો અશ્વિનભાઈ ગામીતના નો સફેદ કલરની swift dzire કાર ન,GJ-05-JB-4429 માં સોનગઢના મલંગ દેવ થઈ મહારાષ્ટ્ર રાજ્યમાં અવરજવર કરે છે. જે બાતમી આધારે આજ રોજ સવારના સમય મહારાષ્ટ્ર રાજ્ય તરફથી બાતમી હકીકત વાડી ઉપરોક્ત કાર આવતા ટીમના તમામ પોલીસ માણસોએ તે કારણે આયોજન પૂર્વક કોર્ડન કરી રોકી લઇ કારમાં જોતા ડ્રાઇવર સીટ ઉપર આ કામનો વોન્ટેડ આરોપી મુન્નો ઉર્ફે અશ્વિનભાઈ ગામીત બેસેલ હોય પકડી પાડી ઉપરોક્ત ગુના ના કામે અટક કરવામાં આવેલ છે. હાલ આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલ.સી.બી તાપી નાઓ એ કરી રહેલ છે.
કામગીરી કરનાર ટીમ, અ, હે, કો,જગદીશભાઈ બ. ન.૩૮૮, એલ,સી,બી તાપી અ. હે.કો, અનિરુદ્ધસિંહ દેવસિંહ બ. ન,૭૧૬ તથા અ. પો. કો, રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ બ. ન.૯૦૭ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના અ.હે.કો. બીપીનભાઈ રમેશભાઈ બ. ન.૬૫૫ તથા અ. પો. કો. રાહુલભાઈ દિગંબર ભાઈ બ. ન,૭૪૦ નાઓને કામગીરી કરેલ છે.
