મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકા ભાજપ ની ટિફિન બેઠક વરવાડા ગામે યોજાઇ.

મહેસાણા લોકસભા સાંસદ શારદાબેન પટેલ, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, ઊંઝા એ.પી.એમ.સી ના ચેરમેન દિનેશભાઈ પટેલ અને ઊંઝા વિધાનસભા સીટના પ્રભારી અને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સંજય પટેલ ની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ

બેઠકમાં સાંસદ શારદાબેન દ્વારા આગામી લોકસભા ની ચુંટણી માં મહેસાણા ભાજપ ના ઉમેદવાર ને 5 લાખ થી વધુ લીડ સાથે જીતાડવા માટે બધા એ સાથે મળીને કામ કરવા આહવાહન કરવામાં આવ્યું. અને ટિફિન બેઠક નું શું મહત્વ છે તે જણાવ્યું. ટિફિન બેઠક થી કાર્યકર્તા ઓ સાથે આત્મીયતા ના સંબંધો વધે છે માટે પાર્ટી આ આયોજન કરે છે તેવું જણાવ્યું.

ધારાસભ્ય કે.કે. પટેલ દ્વારા ઊંઝા તાલુકામાં ભાજપ ને વધુ મજબૂત બનાવવા દરેકે સાથે મળીને કામ કરવા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું

બેઠકમાં ભાજપ ના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *