ગિરિમથક સાપુતારાના મ્યુઝિયમમાં યોજાયો “વારલી પેઈન્ટીંગ વર્કશોપ”

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત રાજ્યના નિયામકશ્રી, પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત સાપુતારા મ્યુઝિયમ ખાતે તાજેતરમાં “વારલી પેઈન્ટીંગ વર્કશોપ” યોજાઈ ગયો.

ગત તા.૧૬ જુલાઈ, ૨૦૨૩ના રોજ યોજાયેલા આ વર્કશોપમાં “વારલી ચિત્રો”ના વિરાસતની જાળવણીના હેતુ સાથે વિદ્યાર્થીઓને વારલી ચિત્રો શિખવવા માટેનો સ્તુત્ય પ્રયાસ હાથ ધરાયો હતો. વર્કશોપમાં વારલી પેઇન્ટિંગન આર્ટીસ્ટ શ્રી મનીષ કદમે વારલી ચિત્રો વિષેની જાણકારી આપી, વિદ્યાર્થીઓને વારલી ચિત્રો બનાવવાનું શીખવ્યું હતું.

આ વર્કશોપમાં સાપુતારા ખાતે કાર્યરત શાળાઓ આદર્શ નિવાસી શાળા (કન્યા) સાપુતારા અને આહવા, એકલવ્ય ગર્લ્સ રેસિડેનિયલ સ્કુલ સાપુતારા, અને સાંદિપની વિદ્યાસંકુલ સાપુતારાના કુલ ૫૭ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વારલી ચિત્રો તૈયાર કરવાનું શીખી સુંદર વારલી ચિત્રો બનાવ્યા હતા. એમ, મ્યુઝિયમના આસિસ્ટન્ટ કયુરેટર દ્વારા જણાવાયું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *