ડીસા કોલેજ કેમ્પમાં યોજાઈ નિબંધ સ્પર્ધા


સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ડીસા સંચાલિત ડી. એન.પી આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, બી.સી.એ.કોલેજ અને પી.ટી.પટેલ સાયન્સ કોલેજ ના સંયુક્ત ઉપક્રમે 17 જુલાઈ 2023 ના રોજ નિબંધ સ્પર્ધાનું આયોજન થયેલ હતું. ડી.એન.પી. કોલેજ ના રાષ્ટ્રીય સેવા યોજના અને સર્જનાત્મક અભિવ્યક્તિધારાના નેજા નીચે વિદ્યાર્થીઓના જીવનઘડતરમાં એન.એસ.એસ.નો ફાળો વિષય પર આધારિત નિબંધ સ્પર્ધામાં કુલ 16 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પી.ટી.પટેલ સાયન્સ કોલેજમાં ઋષિતા ગેલોત, સુનિલ દેસાઈ તથા નૃતન સોલંકી એ અનુક્રમેં પ્રથમ, દ્રિતીય, અને તૃતીય ક્રમ મેળવ્યો હતો જ્યારે ડી.એન.પી.કોલેજમાં પૂજા ઓડ, ગિરીશ પરમાર તથા ચેતન સુથારે અનુક્રમે પ્રથમ, દ્વિતિય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સર્જનાત્મક ધારા ના કન્વીનર પ્રો. પ્રિતુબેન વસાવા સંચાલિત આ નિબંધ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ. તૃપ્તિબેન. સી. પટેલ ડૉ. મિતલબેન વેકરીયા, પ્રો. દિવ્યા પિલ્લઈ એ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમ આચાર્યશ્રી રાજુભાઇ રબારીના માર્ગદર્શન માં યોજાયો હતો.

આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *