



કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
ભરૂચ જિલ્લા ના નાના મોટા ઉદ્યોગકારો અને એકસપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો તેમની પ્રોડક્ટનું પાર્સલ સસ્તા દરે સલામત રીતે વિદેશ મોકલી શકે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા પહેલ કરવામાં આવી છે. જેમાં અંકલેશ્વર જીઆઇડીસી પોસ્ટ ઓફિસ ખાતે થી ડાક ઘર નિર્યાત ફોરેન પાર્સલ બુકિંગ સેવા શરૂ કરવામા આવતા પોસ્ટ વિભાગ ના અધિકારીઓ એ અંકલેશ્વર ખાતે એક્સપોર્ટરો સાથે બેઠક યોજી પોતા ની સેવા ની વિસ્તૃત જાણકારી આપી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દુરંદેશી મુજબ ભારતના દરેક જિલ્લો એક્સપોર્ટ હબ બને અને દેશની નિકાસ વધે. નિકાસ કરનાર ઉદ્યોગ ગૃહને સરળતા રહે તે હેતુથી ભારતભરમાં 1000 ડાક નિર્યાત કેન્દ્રો શરુ કરવામાં આવનાર છે.ત્યારે ભરૂચ પોસ્ટલ ડિવિઝન માં આવતા અંકલેશ્વર જીઆઇડીસી પોસ્ટ ઓફિસ ખાતે ડાક નિર્યાત કેન્દ્ર શરુ કરવામાં આવતા એક્સપોર્ટરો એ રાહત અનુભવી છે .આ ડાક નિર્યાત કેદ્ર દ્વારા વિદેશ માં સસ્તા દરે સલામત રીતે પાર્સલ પહોંચાડવાની શરૂઆત કરી છે .નાના , મધ્યમ તેમજ મોટા ઔદ્યોગિક એકમોને પોતા ની પ્રોડક્ટ એક્સપોર્ટ કરવા માટે અંકલેશ્વર જી આઈ ડી સી માં આવેલ ઉદ્યોગ મંડળ ના હોલ ખાતે અમદાવાદ હેડ પોસ્ટ વિભાગ ના ડેપ્યુટી ડાયરેક્ટર નિરલ ખામન ,વડોદરા ના ટી.એન મલેક ,ભરૂચ જિલ્લા હેડ પોસ્ટ ના સુપ્રિટેન્ડટન્ટ એસ વી પરમાર ની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર ના એક્સપોર્ટરો સાથે પોતાની પાર્સલ સેવા ની વિસ્તૃત જાણકારી માટે બેઠક યોજી હતી જેમાં વિદેશ માં સસ્તા દરે સલામત રીતે પાર્સલ પહોંચાડવા ની ઉપરાંત એક્સપોર્ટરો ને ત્યાંથી જ પાર્સલ નિઃશુલ્ક લઇ જવા ની પણ સગવડ તેમજ પોસ્ટ ઓફિસની ઓછી કિંમતનું માળખું અને સરળ કાર્ય પ્રક્રિયાઓ બાબત ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી