હિંમતનગર મેડીસ્ટાર હોસ્પિટલ માં યોગ્ય ન્યાયિક તપાસ થાય અને આરોગ્ય લક્ષી સેવાઓનો લાભ મળી રહે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે

સાબરકાંઠા જિલ્લાની તમામ અદ્યતન તબીબી સાધનો થી સુસજ્જ પ્રતિષ્ઠિત મેડીસ્ટાર હોસ્પિટલમાં સરકાર દ્વારા યોગ્ય ન્યાયિક તપાસ કરવામાં આવે અને આરોગ્ય લક્ષી સેવાઓ સત્વરે મળી રહે તે લોક મૂખે ચર્ચાઈ રહ્યું છે જિલ્લાના લોક પ્રતિનિધિને લોકોની એવી માગણી છે કે તેઓ આ બાબતે સરકારશ્રીને યોગ્ય નિષ્પક્ષ તપાસ કરાવે અને આ મેડીસ્ટાર હોસ્પિટલ જિલ્લાની જાહેર જનતા માટે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ ને ઉપયોગી થાય તે માટે સરકારી જાહેર આરોગ્ય લક્ષી સેવાઓ ઝડપથી મળી રહે તેવી અપેક્ષા રાખી રહ્યા છે
મેડીસ્ટાર હોસ્પિટલ સાબરકાંઠા જિલ્લાની ગૌરવ રૂપ અને પ્રતિષ્ઠિત હોસ્પિટલ છેલ્લા ઘણા વર્ષોથી આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડી રહી છે આ હોસ્પિટલ અરવલ્લી જિલ્લા તેમજ સાબરકાંઠા જિલ્લામાં સારી પ્રતિષ્ઠા ધરાવતી હોસ્પિટલ છે આ અગાઉ ક્યારે પણ હોસ્પિટલ બાબતે કોઈપણ પ્રકારની ફરિયાદ થયેલ નથી હાલ જે સરકારશ્રી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે બાબતે ન્યાયિક તપાસ થાય અને સરકારશ્રીમાં યોગ્ય રજૂઆત થાય તો ક્યાંક ને ક્યાંક જો કંઈ ખોટું થયું હોય તો ન્યાયિક તપાસ દ્વારા તેને યોગ્ય ન્યાય મળી રહે અને આરોગ્ય લક્ષી સેવાઓનો લાભ સ્થાનિક સ્તરે સમાજ ના દરેક વર્ગને મળી રહે . વધુમાં દર્દીના સગાનો જે વિડીયો વાયરલ થયેલ છે તે જોતા તેમજ હોસ્પિટલના સીસીટીવી કેમેરાના કૂટેજ જોતા ક્યાંક ને ક્યાંક કોઈ અંગત સ્વાર્થ ખાતર આ હોસ્પિટલ ની પ્રતિષ્ઠા ને હાનિ પહોંચાડવાનું કામ થયું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે લોકોની એવી માંગણી છે કે આ હોસ્પિટલની સરકાર લક્ષી સેવાઓનો યોગ્ય ન્યાયિક તપાસ કરી ફરી શરૂ કરવામાં આવે જેથી ગરીબ વર્ગ તેમજ મધ્યમ વર્ગની આ સેવાઓનો લાભ મળતો રહે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *