આણંદ ખાતે આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ અંતર્ગત જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધા યોજાઈ

આણંદ ખાતે આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ અંતર્ગત જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધા યોજાઈ

રિપોર્ટ : બીના પટેલ

આણંદ ખાતે આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં દરેક ઘટકમાંથી જે આંગણવાડી વર્કરનો પ્રથમ નંબર આવેલ હોય તેમણે ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં આંગણવાડી વર્કરો દ્વારા વિવિધ મિલેટ્સમાંથી વાનગીઓ બનાવવામાં આવી હતી. આ વાનગીઓમાં ઉપલબ્ધ પોષકતત્વો તથા કરેલ નિદર્શનના આધારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા, તેમજ અન્ય ભાગ લેનાર તમામને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા.

આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડી વર્કરોને વધુમાં વધુ લોકો સુધી મિલેટ્સના ઉપયોગ અંગેની અગત્યતા પહોંચાડીને કુપોષણના પ્રમાણમાં ઘટાડો કરવામાં સહભાગી થવા અપીલ કરી હતી.

આ પ્રસંગે વડોદરા વિભાગીય નાયબ નિયામકશ્રી, આણંદ આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસરશ્રી, ખેતીવાડી અધિકારીશ્રી તનવીબેન, હોમસાયન્સ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરશ્રી મીનલ ચૌહાણ, નિવેદિતા ફાઉન્ડેશનના ચેરપર્સનશ્રી નીપાબેન પટેલ, ઘટકના CDPO શ્રી, મુખ્ય સેવિકાશ્રી તથા આઈ.સી.ડી.એસ.ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM