મહુવા પોલીસે કબજે લીધેલા વાહનો પર દાવો કરવાની આખરી તક

રિપોર્ટ ,મયુર પટેલ

સુરત જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં કબ્જે કરવામાં આવેલા વાહન માલિકોને અવાર-નવાર પોતાના વાહન છોડાવી જવા ટપાલ, મૌખિક નોટીસોથી જાણ કરતા છતા આજ દિન સુધી પોતાના વાહનો છોડાવ્યા ન હોવાથી મહુવાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે તા.૧૭મી જુલાઈના રોજ એક જાહેરનામા દ્વારા વાહનમાલિકો, વીમો આપેલ હોય તે બેન્કો, વીમા કંપનીઓ, ફાયનાન્સ કંપનીઓ તથા અન્ય જે કોઇ વ્યક્તિ હક્ક દાવો કરવા માંગતા હોય તેવા હિતકર્તાઓને જાહેરનામાની તારીખથી ૧૦ દિવસ માટે આખરી તક આપવામાં આવી છે. તેમજ વાહનોનું લિસ્ટ સુરત જિલ્લા પોલીસની વેબસાઇટ http://spsurat.gujarat.gov.in પર ઉપલબ્ધ હોવાનું મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી. એ. સેગલની યાદીમાં જણાવાયું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *