કડી પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશીશ તેમજ રાયોટીંગ ગુનામાં નાસતા-ફરતા કુલ ૦૯ આરોપીને ઝડપી લેતી પેરોલ/ફર્લો સ્કોડ,મહેસાણા

કડી પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશીશ તેમજ રાયોટીંગ ગુનામાં નાસતા-ફરતા કુલ ૦૯ આરોપીને ઝડપી લેતી પેરોલ/ફર્લો સ્કોડ,મહેસાણા

માનનીય પોલીસ મહાનિરીક્ષકશ્રી, અભય ચુડાસમા સાહેબ, ગાંધીનગર રેન્જ, ગાંધીનગર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ તથા મહેસાણા પોલીસ અધિક્ષકશ્રી, અચલ ત્યાગી સાહેબ નાઓએ મહેસાણા જિલ્લામાં પેરોલ/ ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટેલ ફરાર કેદી/નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના કરેલ હોઇ, તેમજ પો.ઇન્સ.શ્રી, આર.જે.ધડુક, એલ.સી.બી.મહેસાણા નાઓના માર્ગદર્શન અન્વયે તેમજ અધિક પોલીસ મહાનિદેશક, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા. ગાંધીનગરના ક્રમાંક સી.આઇ.સેલ/ડ્રાઇવ/૬૭૬/૨૩ તા.૦૮/૦૭/૨૦૨૩ ના હુકમ આધારે તા.૧૦/૦૭/ ૨૦૨૩ થી તા.૩૦/૦૭/૨૦૨૩ સુધી નાસતા-ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઇવ અંગે અમોએ અલગ-અલગ ટીમો બનાવી પરિણામ લક્ષી કામગીરીમાં હતા.

તે દરમ્યાન PC રવિકુમાર / PC કાનજીભાઇ નાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, કડી પોલીસ સ્ટેશન એ-પાર્ટ ૧૧૨૦૬૦૨૦૨૩૦૨૬૨ ઈ.પી.કો. કલમ ૩૦૭, ૧૧૫, ૧૧૬, ૧૧૭, ૧૪૩, ૧૪૫, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૮૯, ૩૫૩, ૩૩૨, ૩૩૭, ૪૨૭, ૪૩૫ વિગેરે મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ (૧) ઠાકોર વિજયજી ઉર્ફે ભુરો મહોતજી રામાજી (૨) ઠાકોર ડાહ્યાજી કાનાજી પથાજી (૩) ઠાકોર વિષ્ણુજી ભલાજી છગનજી (૪) ઠાકોર નવઘણજી ભાથીજી શકરાજી (૫) ઠાકોર કેતનજી રામસંગજી હીરાજી (૬) ઠાકોર દિપક ઉર્ફે હોલો સુરસંગજી ગાંડાજી (૭) ઠાકોર પોપટજી રાંમાજી ધુળાજી (૮) ઠાકોર માંણકાજી ઉર્ફે માંકો હેમતાજી (ગલબાજી) ચેલાજી (૯) ઠાકોર શૈલેશજી (અજયજી) ઉર્ફે બબલુ મહોતજી રાંમાજી રહે, ફુલેત્રા ઠાકોર વાસ તા.કડી જિ.મહેસાણા વાળાઓ ગામમાં હોવાની ચોક્કસ હકીકત મળતાં સદર હકીકત વાળી જગ્યા ઉપર હાજર મળી આવતા તમામ કોર્ડન કરી ગુના સબંધે વેરીફાઇ કરી તા.૨૫/૦૭/૨૦૨૩ ના કલાકઃ ૧૮/૦૦ વાગે હસ્તગત કરી કડી પોલીસને સોપવામાં આવેલ છે. તા.૨૫/૦૭/૨૦૨૩ આમ, પેરોલ/ફર્લો સ્કોડ મહેસાણા દ્રારા ખૂનની કોશીશ તેમજ રાયોટીંગના ગુનામાં નાસતા-ફરતા ૦૯ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

રિપોર્ટ ચેતન પટેલ મહેસાણા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM