ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને તમાકુ નિયંત્રણ સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઇ

ડાંગ જિલ્લામા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને તમાકુ નિયંત્રણ સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઇ હતી.

જેમા તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંગે ધુમ્રપાન નિષેધ નિયમભંગ COTPA- 2003 અધિનિયમ અન્વયે તમાકુ નિયંત્રણ ભંગ બદલ કરેલ કેસોની ચર્ચા કરવામા આવી હતી. આ બેઠકમા કલેક્ટર શ્રી મહેશ પટેલે ડાંગ જિલ્લામા COTPA – 2003 અધિનિયમ અંતર્ગત તમાકુ નિયંત્રણ માટે સંબધિત અધિકારી/કર્મચારીઓને કાયદાનુ ચુસ્તપણે પાલન કરવા માટે સુચન કર્યુ હતુ. તેમજ તમામ સરકારી કચેરીઓમા ધુમ્રપાન નિષેધના સુચક પોસ્ટર લગાવવા સુચન કર્યુ હતુ. સાથે જ કલમ-6(બ) શૈક્ષણિક સંસ્થાના 100 વારની ત્રિજ્યામા તમાકુનુ વેચાણ ન થાય, જેથી ટોબેકો ફ્રી સ્કુલ કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી.

ઇ.ચા. રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો.દીલીપ શર્મા દ્વ્રારા તમાકુ નિયંત્રણ COTPA-2003 અધિનિયમ અંતર્ગત ભારતમાં તમાકુ નિયંત્રણ માટેનો કાયદા વિશે માહિતી આપવામા આવી હતી. તેમજ તમાકુ નિયંત્રણ COTPA-2003 અધિનિયમ ના ભંગ બદલ થતો દંડ અને સજા અંગેની ચર્ચા કરવામા આવી હતી. શ્રી ડો.દીલીપ શર્માએ જણાવ્યુ હતુ કે, તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંગે ધુમ્રપાન નિષેધ નિયમભંગ COTPA-2003 અધિનિયમ અન્વયે તમાકુ નિયંત્રણ ભંગ બદલ જિલ્લામા કુલ 52 કેસો કરવામા આવ્યા છે. જેમા કલમ -6(બ) 21 કેસો, કલમ-4 31 કેસો કરી રૂપિયા 9400ની વસુલાત કરવામા આવી હતી. ભારતીય સંસદે સખત તમાકુ નિયંત્રણ ધારો, 18 મી મે 2003ના રોજ પસાર કર્યો, અને 1 લી મે, 2004 થી અમલમા આવ્યો. સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન એક્ટ–2003 COTPA–2003 ઓળખાય છે. જેમા કલમ–4 જાહેર સ્થળે ધુમ્રપાન કરવા અંગે પ્રતિબંધ, કલમ-5 સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોની જાહેરાત આપવા પર પ્રતિબંધ, કલમ–6 (અ) સગીર વયની વ્યક્તીને તેમજ (બ) શૈક્ષણિક સંસ્થાઓની વેચાણ કરવા પર પ્રતિબંધ, કલમ–7, 8 અને 9 નિદિષ્ટ આરોગ્ય વિષયક ચેતવણી વિના સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોનુ વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ કાયદાના ભંગ બદલ અલગ અલગ દંડ/સજાની જોગવાઇઓ કરવામા આવેલ છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM