અંકલેશ્વર માં સ્વામિનારાયણ અનુપમ મિશન મંડળ દ્વારા ચંદ્રયાન પ્રતિકૃતિ રૂપ અનોખા હિંડોળા બનાવ્યા


અધિક પુરુષોત્તમ માસ નિમિતે અનુપમ મિશન ગડખોલ દ્વારા અનોખા હિંડોળા દર્શન નું આયોજન કરાયું
યુવાનો દ્વારા સંપ , સુહૃદભાવ અને એકતા દર્શન કરાવી ચંદ્રયાન પ્રતિકૃતિ રૂપ હિંડોળા બનાવી દર્શનાર્થે મુક્યા

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર તાલુકા ના ગડખોલ ગામ ખાતે સ્વામિનારાયણ અનુપમ મિશન મંડળ ના યુવાનો દ્વારા માં ધર્મ અને વિજ્ઞાન ને જોડી ચંદ્રયાન 3 ની પ્રતિકૃતિ રૂપ હિંડોળા બનાવી દર્શનાર્થે મુક્યા છે.. ચાતુરમાસ ને અનુલક્ષી ને અધિક પુરુષોત્તમ માસ નિમિતે અનુપમ મિશન ગડખોલ દ્વાર સંપ , સુહૃદભાવ અને એકતા ના દર્શન કરાવી ચંદ્રયાન પ્રતિકૃતિ રૂપ હિંડોળા બનાવી દર્શનાર્થે મુકતા ભક્તો ની ભીડ જામી છે ,.

ચાતુર્માસ એટલે ભક્તિ અને સેવા અર્પણ કરવાનું પર્વ. અષાઢ વદ પડવાથી શ્રાવણ વદ બીજ સુધી દરેક મંદિરમાં શ્રી ઠાકોરજી ને પારણે ઝુલાવવામાં આવે છે. સૌ ભક્તો પોતાની અનુકૂળતાએ ઉત્સાહ અને ઉમંગથી હિંડોળા ઉત્સવ ઉજવે છે. આ ચાતુર્માસ નિમિતે અંકલેશ્વર ના ગડખોલ ગામ ખાતે આવેલ સ્વામિનારાયણ અનુપમ મિશન મંડળ ના યુવકોએ વિશેષ કરીને પોતાની આવડત ભક્તિરૂપે અર્પણ કરતા મંડળ ના મુખ્ય વિચાર એવા સંપ , સુહૃદભાવ અને એકતા ને ઉજાગર કરતા અનોખા હિંડોળા બનાવ્યા છે. ધર્મ અને વિજ્ઞાન ને જોડી ભારત ની ચંદ્રયાન-3 ની સફળતા ને સાંકળી ચંદ્રયાન ની પ્રતિકૃતિ ના હિંડોળા બનાવ્યા છે જેના એક ભાગ પર સંપ મુખ્ય ભાગ પર સુહૃદભાવ અને ત્રીજા ભાગ પર એકતા દર્શાવી ભક્તો ને ભક્તિ માં લીન બની ભગવાન પાસે જવાનો સુગમ અને સરળ માર્ગ દર્શાવ્યો છે. 14 જુલાઈ, 2023 ના દિવસે ચંદ્રયાન 3 ને સફળતાપૂર્વક લોન્ચ કરીને ભારતીય સ્પેસ સંસ્થા ઈસરો એ દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો છે,. લોન્ચ થયા બાદ ચંદ્રયાન 3 ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે અનુપમ મિશન મંડળ ના યુવાનો દ્વારા ચંદ્રયાન સફળતા પૂર્વક ચંદ્ર પર લેન્ડ થઇ સર્વ ધર્મ સમભાવ માં માનનાર ભારત ને વિશ્વ ફલક પર પ્રસ્થાપિત કરશે. તેવી પ્રાર્થના પણ કરાઈ હતી તેમજ મંડળ ના યુવાનો દ્વારા સ્વામી શ્રીજી અનુપમ મિશન શ્રી સ્વામિનારાયણ ભગવાન ના મુખ્ય વિચાર એવા સંપ , સુહૃદભાવ અને એકતા નું અનુકરણ કરી ભક્તો ધર્મ માર્ગ પર આગળ વધે તેવી પ્રાર્થના કરી હતી. ત્યારે ચાતુરમાસ ને અનુલક્ષી ને અધિક પુરુષોત્તમ માસ નિમિતે અનુપમ મિશન ગડખોલ દ્વાર સંપ , સુહૃદભાવ અને એકતા ના દર્શન કરાવી ચંદ્રયાન 3 ની પ્રતિકૃતિ રૂપ હિંડોળા બનાવી દર્શનાર્થે મુકતા ભક્તો ની ભારે ભીડ જામી છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM