અમુલ ટેક હોમ રેશન પ્લાન્ટની મુલાકાત લેતા મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા

રિપોર્ટ : બીના પટેલ

અમુલના પ્લાન્ટમાં થાય છે બાળશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિનું ઉત્પાદન મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આણંદના મોગર સ્થિત અમૂલ ટેક હોમ રેશન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત વેળાએ સાંસદશ્રી મિતેષભાઇ પટેલ, અમુલ ડેરીના ચેરમેનશ્રી વિપુલભાઈ પટેલ, સમાજ કલ્યાણ અધિકારીશ્રી એ.કે. શેખ, અગ્રણીશ્રી રાજેશભાઈ પટેલ તેમજ અમુલના પ્રતિનિધિઓ જોડાયા હતા. મંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન પ્લાન્ટની તમામ વિગતો મેળવી હતી. તેમણે આ પ્લાન્ટમાં ઉત્પાદન કરવામાં આવતા બાળશક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ વગેરે ઉત્પાદનોની ગુણવત્તા અને બનાવટની પ્રક્રિયાનું નિરીક્ષણ કરી વધુમાં વધુ બાળકો અને મહિલાઓ સુધી આ ગુણવત્તાયુક્ત પૌષ્ટિક આહારને કઈ રીતે પહોંચાડી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે મંત્રીશ્રીએ અમૂલની વિકાસ ગાથા દર્શાવતી ફિલ્મનું નિદર્શન કરીને ખેડૂતો/દુધઉત્પાદકોને આશરે ૮૫ ટકા વળતર આપતા અમુલ મોડલને બિરદાવ્યું હતું. આ વેળાએ તેમણે અમુલ ચોકલેટ પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *