અરવલ્લી: ટીંટોઇ એજયુકેશન સોસાયટી દ્વારા નવીન દવાખાનું અને સ્માર્ટ શાળા નું ઉદ્દઘાટન જિલ્લા કલેકટરના વરદ હસ્તે કરાયું

અમિતકુમાર ઉપાધ્યાય-અરવલ્લી

શ્રી ટીંટોઈ એજ્યુકેશન સોસાયટી સંચાલિત તથા સેવા સંઘ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ મોડાસાના સહયોગથી શ્રી ખેમરામ સુરજરામ વ્યાસ બિલ્ડિંગમાં નવીન દવાખાનુ તથા શ્રી પીએમ કોઠારી હાઇસ્કુલ સંકુલ માં જિલ્લા કલેકટર શ્રી પ્રસસ્તિ પારીક ના વરદ હસ્તે સ્માર્ટ શાળાનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં દીપ પ્રાગટ્ય કરાયું તથા બહારથી પધારેલા મહેમાનો અધિકારીઓ અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી ટીંટોઇ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા સંકુલમાં કે.જી તથા ધોરણ ૧ થી ૫ પગરવ પ્રાથમિક શાળા હાઈસ્કુલ સંલગ્ન ઉચ્ચ પ્રાથમિક શાળા ધોરણ ૬ થી ૮ તેમજ ધોરણ ૯ થી ૧૨ ના તમામ વર્ગો તેમજ વિજ્ઞાન પ્રવાહ ઉચ્ચતર માધ્યમિક વિભાગ ના વર્ગો સ્માર્ટ બનાવવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમમાં દવાખાનાના ઉદ્ઘાટક શ્રી અરવલ્લી જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રશસ્તિ પારીક તથા સમારંભના પ્રમુખ વિનોદ સોમાલાલ વ્યાસ (સ્માર્ટ શાળાના દાતાશ્રી) તથા વિશેષ ઉપસ્થિતિ અમિતકુમાર પરમાર નાયબ કલેકટર શ્રી મોડાસા, ટીંટોઈ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન પ્રહલાદ સિંહજી(ટોમ બાપુ) ચંપાવત, ટીંટોઈ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી હરેશભાઈ વ્યાસ, આચાર્યશ્રી, જીગીસ.એચ. મહેતા ચેરમેન સેવા સંઘ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ મોડાસા, અર્ચના એમ ચૌધરી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અરવલ્લી, જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી, ટીંટોઈ પોલીસ સ્ટેશનના પોલીસ પીએસઆઇ કોમલ રાઠોડ, જીતેન્દ્ર ગોસ્વામી ચેરમેન મોટુંલ ઇન્ડિયા હોસ્પિટલના દાતાશ્રી, ધ્રુવ સોમા લાલ વ્યાસ વિજ્ઞાન પ્રવાહના દાતાશ્રી ના પુત્ર તથા રાકેશ પટેલ ઓ.એસ.ડોક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ મોડાસા તથા ટીંટોઇ એજ્યુકેશન સોસાયટી ના સર્વે હોદ્દેદાર શ્રીઓ અને સભ્યશ્રીઓ વિદ્યાર્થીઓ શિક્ષક ગણ તથા ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ટીંટોઈ ના વતની અને હાલ મુંબઈ સ્થિત દાતાશ્રીઓનો પરિવાર વિશેષ ઉપસ્થિત રહ્યો હતો.
ટીંટોઇ ગામના અગ્રણીઓ જયેશભાઇ સોની,મયુરધ્વજસિંહ ચંપાવત,કૌશિકભાઈ સોની,ભરતભાઈ પટેલ,કેતનભાઈ પંચાલ,સલીમભાઈ બાકરોલીયા,ઈશ્વરભાઈ ઠક્કર,વિષ્ણુભાઈ(મુખી) પટેલ તેમજ ટીંટોઇ વેપારી મિત્રો અને ગ્રામજનો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *