માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી અને ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ની ઉપસ્થિતિમાં કેમિકલ સેક્ટરમાં કુલ ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણો માટે ૪ ઉદ્યોગગૃહો સાથે MoU સંપન્ન થયા.

આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતને ‘બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્‍વેસ્ટમેન્‍ટ’ બનાવવાના આશયે શરૂ કરેલી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે, ત્યારે માન. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે. આ સંદર્ભમાં ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટે સરકારના પ્રો-એક્ટીવ અભિગમ સાથે 4 કંપનીઓ સાથે MoU થવાથી નવી 2285 રોજગારીનું સર્જન થશે.

આ MoU સાઈનીંગ અવસરે માન. રાજ્ય ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કૈલાસનાથન, એ.સી.એસ ઉદ્યોગ અને ખાણ વિભાગ શ્રી એસ.જે.હૈદર, GIDCના એમડી રાહુલ ગુપ્તા, ઉદ્યોગ કમિશનરશ્રી સંદીપ સાંગલે તથા ઈન્‍ડેક્ષ બી નાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *