રાજપીપળામાં ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંકભાઇ નાયક ના અધ્યક્ષ સ્થાને સામાજિક અગ્રણીઓ સાથેની બેઠક યોજાઇ

શૈશવ રાવ

ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા આજે રાજપીપળામાં ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંકભાઇ નાયક ના અધ્યક્ષ સ્થાને સામાજિક અગ્રણીઓ સાથેની બેઠક યોજાઇ. જેને દીપ પ્રાગટ્ય કરી મયંકભાઇ નાયક, નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ,ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ડૉ.સનમભાઈ પટેલ,જિલ્લા મહામંત્રી નીલ રાવ તથા મોરચાના અગ્રણીઓ દ્વાર કરવામાં આવ્યું.અગ્રણીઓ ને આવકારતા મહામંત્રી નીલ રાવ એ સરકાર શ્રી દ્વારા ઉજવાઈ રહેલા મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં ભાગ લેવા આહ્વાન કર્યું હતું.ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે સમગ્ર અગ્રણીઓ ને સાથે રાખી સરકાર ની વિવિધ યોજનાઓ ઘરઘર સુધી પહોચાડવા દરેકને અપીલ કરી હતી.ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંકભાઇ નાયક એ આ કાર્યક્રમ નો ઉદ્દેશ સમજાવતા જણાવ્યું કે સરકારશ્રી ની વિવિધ યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવી ખુબજ જરૂરી છે અને ને લોકો સુધી યોજનાઓ નો લાભ નથી પહચી શકતો તેમના ઘર સુધી મોદી સરકાર ની તમામ યોજના ઓ પહોંચાડવાના પ્રયાસ ના ભાગ રૂપે આ સામાજિક અગ્રણીઓ સાથે બેઠક રાખવામાં આવી છે અને દરેક સમાજ ના લોકો સુધી આપડે સરકાર ની યોજનાઓ પહોંચાડવાની છે.આ પ્રસંગે બક્ષીપંચ સમાજ ના વિવિધ ક્ષેત્રે કામગીરી કરનાર તથા સમાજ ના અગ્રણીઓ નું મહાનુભાવો ના હસ્તે સંનમાન પણ કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *